દયાબેનના ડાયલોગ હોય કે પછી તેમના ગરબા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના આ અનોખા પાત્રની દરેક વાત ખૂબ જ ખાસ છે. આ જ કારણ છે કે 7 વર્ષ પહેલા સીરીયલમાંથી ગાયબ થવા છતા લોકો તેમના આ પાત્રને યાદ કરે છે. દયાબેનનુ પાત્ર વર્લ્ડ ફેમસ બનાવવાનુ ક્રેડિટ અભિનેત્રી દિશા વકાનીને જ જાય છે. દયાબેનનુ હે મા માતાજી કહેતા વાત કરવાનો અંદાજ હોય કે જેઠાલાલ સાથે રોમાંસ કરવાનો તેમનો સૌથી અલગ અંદાજ હોય કે પછી નીચે નમીને બુલેટ ટ્રેનથી પણ વધુ સ્પીડમાં ગરબા કરવાની તેમની સ્ટાઈલ હોય પોતાના આ સ્વેગથી દિશા વકાનીએ દયાબેનના પાત્રનુ સ્ટેંડર્ડ એટલુ ઉંચુ કરી દીધુ છે કે છેલ્લા 7 વર્ષોથી આખા દેશમાં શોધવા છતા અસિત મોદીને તેમનુ રિપ્લેસમેંટ મળ્યુ નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે 65 કરોડની ઓફર આપવા છતા દિશા વાકાનીએ Bigg Boss 18 મા ભાગ લેવાની ના પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આવુ પહેલીવાર નથી જ્યારે દિશા વકાનીને સલમાન ખાનના બિગ બોસની ઓફર મળી હોય. વર્ષોથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકાર બિગ બોસના મેકર્સની મોસ્ટ વોંટેડ કંટેસ્ટેંટની લિસ્ટમાં સૌથી ઉપર રહે છે.. જો કે આ કલાકારોમાંથી કોઈએ પણ અત્યાર સુધી આ શો માટે હા પાડી નથી. પરંતુ આ વર્ષે રોશન સોઢી ના પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ બિગ બોસ 18 ના ઘરમા જવા તૈયાર થઈ ગયા છે. પરંતુ અનેક ટીવી એક્ટર્સ જ્યા આખી જીંદગી કામ કરવા છતા 65 કરોડ કમાવી નથી શકતા ત્યા દિશાએ તેમને કલર્સ તરફથી આપવામાં આવેલી 65 કરોડની ઓફર સરળતાથી ઠુકરાવી દીધી. છેવટે દિશાએ આવુ કેમ કર્યુ ?
પર્સનલ જીવનનો તમાશો પસંદ નથી.
એક બાળ કલાકારના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી દિશા વકાનીન પિતા ભીમ વકાની એક જાણીતા થિયેટર આર્ટિસ્ટ હતા. દિશાએ ડ્રામેટિક સ્ટડીમાં ડિગ્રી મેળવી છે. દેવદાસ, જોધા અકબર જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનારી દિશાની જીંદગી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. પરંતુ દિશાનેપોતાની પર્સનલ લાઈફ કેમરા સામે લઈને આવવી બિલકુલ પસંદ નથી. એ કોશિશ કરે છે કે પોતાના પતિ અને બાળકોને કેમરાની ચકાચોંધથી દોર રાખે.
બાળકોથી દૂર રહેવુ મુશ્કેલ
દિશાના બિગ બોસ જેવા શો માટે ના પાડવાના અનેક કારણ છે અને તેમા સૌથી મહત્વપૂર્ણ કારણ છે તેના બાળકો. દિશાના બાળકો હજુ પણ ખૂબ નાના છે. તેમની મોટી પુત્રી 7 વર્ષની છે અને તેમનો નાનો પુત્ર માત્ર 2 વર્ષનો છે. બાળકોને કારણે તારક મેહતા જેવા હિટ શો થી દૂર રહેનારી દયાબેન તેમને છોડીને 3 મહિના સુધી બિગ બોસના ઘરમાં રહેવા માટે બિલકુલ તૈયાર નથી.