ભાલા ફેંકનાર સુમિત એન્ટિલે સોમવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં શાનદાર પદાર્પણ કર્યું, પુરુષોની એફ64 ઇવેન્ટમાં અનેકવાર વર્લ્ડ રેકોર્ડ તોડતા ભારતને બીજો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવીને રમતમાં શાનદાર ડેબ્યુ કર્યુ.
હરિયાણાના સોનીપતના 23 વર્ષીય સુમિતે તેના પાંચમા પ્રયાસમાં 68.55 મીટર દૂર સુધી ભાલો ફેક્યો હતો, જે તે દિવસનું શ્રેષ્ઠ પ્રદર્શન અને નવો વર્લ્ડ રેકોર્ડ હતો. 2015 માં મોટરબાઈક અકસ્માતમાં તેમણે ડાબો પગ ઘૂંટણ નીચેથી ગુમાવ્યો હતો. તેમણે 62.88 મીટરનો પોતાનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ દિવસમાં પાંચ વખત સુધાર્યો હતો. . જોકે તેમનો છેલ્લો થ્રો ફાઉલ રહ્યો. તેમના થ્રો ફેંકવાની સીરીઝ 66.95, 68.08, 65.27, 66.71, 68.55 અને ફાઉલ હતી.