જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારતની ગોલ્ડ મેડલની આશાઓને બુધવારે કરારો ઝટકો લાગ્યો. ભારતીય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન (69 કિલો) વિશ્વ ચેમ્પિયન મુક્કાબાજ બુસેનાઝ સુરમેનેલીના હાથે સેમિફાઇનલ મુકાબલો હારી ગઈ. આ હાર સાથે, લવલિનાને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે અને દેશ માટે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. બુસેનાજે સમગ્ર મેચ દરમિયાન લવલીના પર ભારે પડતી જોવા મળી અને તેણે ભારતીય બોક્સરને 5-0થી હરાવી. લવલિનાની હાર ભલે થઈ ગઈ હોય, પરંતુ તેણે ભારતીય બોક્સિંગમાં નવો ઈતિહાસ લખ્યો છે. તે બ્રોન્ઝ મેડલ લઈને ભારત પરત ફરશે.
લવલીનાએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં પૂર્વ ચેમ્પિયન નિએન ચિન ચેનને 4-1 થી હરાવીને સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કર્યૂ હતુ. આ જીત સઆથે જ ભારતઈય મહિલા બોક્સરે ટોક્યો ઓલંપિકમાં પોતાનો બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો હતો. લવલીનાએ વિશ્વ ચેમ્પિયન બોક્સર બુસેનાજ વિરુદ્ધ પહેલો રાઉંડ 5-0થી ગુમાવ્યો અને ત્યારબાદ તે મેચમાં કમબેક ન કરી શકી. તુર્કીની બોક્સર બુસેનાજે લવલીના પર પંચોનો વરસાદ વરસાવ્યો અને તેને સાચવવાની તક ન આપી. લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં મળેલી જીત પછી કહ્યુ હતુ કે તેમનુ સપનુ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનુ છે, જે ઓછામાં ઓછુ આ વખતે તો અધૂરુ રહી ગયુ છે. સેમિફાઇનલમાં હાર બાદ મૅચમાં લવલીનાએ કહ્યું કે, તેઓ બહેતર ન કરી શક્યાં તેનાથી નાખુશ છે. એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે પણ નિશાન તો ગોલ્ડ મેડલ જ હતો. ઑલિમ્પિકમાં મહિલાઓનાં પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, આનાથી અનેક છોકરીઓને પ્રેરણા મળશે.