Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચાણક્ય નીતિ - દુનિયાની આ 4 વસ્તુ છે ખૂબ જ કિમંતી, બાકી બધુ બેકાર

ચાણક્ય નીતિ - દુનિયાની આ 4 વસ્તુ છે ખૂબ જ કિમંતી, બાકી  બધુ બેકાર
, સોમવાર, 21 માર્ચ 2022 (02:05 IST)
આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલ નીતિઓ આજે પણ કારગર અને સત્યના નિકટ છે. આચાર્ય ચાણક્યએ જે નીતિઓ બતાવી છે જો વ્યક્તિ તેનો યોગ્ય રીતે પાલન કરે તો કલ્યાણ જ થાય.  આજના યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા વધુથી વધુ પૈસા કમાવવાની અને સુખ ભોગવવાની હોય છે.  કોઈને  અકૃત સંપત્તિની ઈચ્છા હોય છે તો કોઈને માન સન્માનની. બીજી બાજુ કોઈને ભાગદોડના જીવનથી દૂર મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. 
 
આવો જાણીએ સૌથી કિમંતી 4 વસ્તુઓ 
 
દુનિયામાં દાનથી મોટી કોઈ વસ્તુ નથી 
 
આચાર્ય ચાણક્યએ કહ્યુ છે કે આ દુનિયામાં ભોજન અને પાણીનુ દાન જ મહાદાન છે. આ સિવાય કોઈ અન્ય વસ્તુ આ દુનિયામાં એટલી કિમંતી નથી. જે વ્યક્તિ ભૂખ્યા તરસ્યાને ભોજન અને પાણી પીવડાવે છે તે જ પુણ્ય આત્મા છે.  તેથી દાન દુનિયાની ચાર વસ્તુઓમાંથી અતિ કિમંતી વસ્તુ છે. 
 
બીજી કિમંતી વસ્તુ છે દ્વાદશી તિથિ 
 
આચાર્ય ચાણક્યએ હિન્દુ પંચાગની બારમી તિથિ જેને દ્વાદશી તિથિ કહે છે તેને સૌથી પવિત્ર તિથિ બતાવી છે. દ્વાદશી તિથિ પર પુજા આરાધના અને ઉપવાસ રાખવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.  દ્વાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે. 
 
સૌથી તાકતવ મંત્ર - આચાર્ય ચાણક્યે કહ્યુ કે આ દુનિયામાં ગાયત્રી મંત્રથી મોટો કોઈ બીજો મંત્ર નથી. માતા ગાયત્રીને વેદમાત કહેવામાં આવે છે. બધા ચારે વેદની ઉત્પત્તિ ગાયત્રી દ્વારા થઈ છે. 
 
મા થી મોટુ કોઈ બીજુ નહી - આચાર્ય ચાણક્યના મુજબ આ ઘરતીપર મા જ સૌથી મોટી છે. મા થી મોટા ન કોઈ દેવતા, ન કોઈ તીર્થ અને ન કોઈ ગુરૂ છે. જે વ્યક્તિ પોતાના માતા-પિતાની સેવા કરે છે તેને અન્ય કોઈની ભક્તિ કરવાની કોઈ જરૂર નથી હોતી. 
 
ચાણક્ય નીતિ શ્લોક - નાત્રોદક સમં દાન ન તિથિ દ્વાદશી સમા 
  ન ગાયત્ર્યા: પરો મંત્રો ન માતૃદેવતં પરમ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tea for summer- ગરમીથી ઠંડક અપાવશે અને લૂ થી બચાવશે આ 5 ચ્હા