કેટલાક ઉપાય ખૂબ કામના હોય છે જે પરંપરા મુજબ કરવામાં આવે છે. તેમાંથી જ કેટલાક આ પ્રકારના છે.
1 શનિવારની અમાસના રોજ પીપળના વૃક્ષની પૂજા અને 8 પરિક્રમા કરીને કાળા તલ નાખેલા સરસવના તેલનો દીવો પ્રગટાવીને છાયાદાન કરવાથી શનિની પીડાથી મુક્તિ મળવાની માન્યતા છે.
2. અનુરાધા નક્ષત્રથી યુક્ત શનિવારની અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજાથી શનિ પીડાથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. શ્રાવણ માસમાં અમાસની સમાપ્તિ પર પીપળના વૃક્ષ નીચે શનિવારના દિવસે હનુમાનની પૂજા કરવાથી બધા પ્રકારના સંકટથી મુક્તિ મળી જાય છે.
3. વડના એક પાન પર લોટનો દિવો પ્રગટાવીને તેને મંગળવારે કોઈપણ હનુમાન મંદિર કે પીપળના વૃક્ષ નીચે મુકી આવો અને પ્રાર્થના કરો. આ ઉપાયથી કર્જથી છુટકારો મળે છે એવી દ્દઢ માન્યતા છે.
4. પીપળના વૃક્ષ પર રોજ જળ અર્પિત કરીને અને હનુમાન ચાલીસ વાચવાથી પિતૃદોષનુ શાંત થાય છે.
5. પવિત્ર પીપળ અને વડનુ ઝાડ લગાવવાથી પણ પિતરોને શાંતિ મળે છે અને દોષમાં કમી આવે છે. પીપળના વૃક્ષ પર બપોરે જળ, પુષ્પ, અક્ષત, દૂધ, ગંગાજળ, કાલા તલ ચઢાવો અને સ્વર્ગીય પરિજનોનુ સ્મરણ કરીને તેમની પાસેથી આશીર્વાદ માંગો.
6. પૈસાની સમસ્યા ચાલી રહી છે કે પછી રોગથી પરેશાન છો તો મંગળવાર અથવા શનિવારે પીપળના પાનની માળા હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીને પહેરાવો. શીઘ્ર જ સકારાત્મક પરિણામ જોવા મળશે.