ધન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે અહીં 21 ઉપાય જણાવી રહ્યા છીએ. માનયતા છે કે આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા મળે છે અને કુંડળીના ગ્રહ દોષ પણ શાંત થાય છે.
કોઈ કિન્નર પાસેથી એમની ખુશીથી એક રૂપિયો લો. આ સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં કે તિજોરીમાં મુકો. આનાથી બરકત બની રહેશે.
હનુમાનજીના મંદિરમાં તેલનો દીપક પ્રગટાવો અને દીપકમાં એક લવિંગ નાખી આરતી કરો હનુમાન ચાલીસાના પાઠ કરો.
કોઈ શિવમંદિરમાં જાવ અને ત્યાં શિવલિંગ પર ચોખા ચઢાવો . ધ્યાન રાખો કે ચોખા ખંડિત(તૂટેલા) ન હોવા જોઈએ, તૂટેલા ચોખા અર્પિત ન કરવા.
કોઈ ગરીબને કાળુ ધાબળાનું દાન કરો. આવું કરવાથી શનિ અને રાહુ-કેતુના દોષ શાંત થશે અને અટકળો દૂર થઈ જશે.
કોઈ પીપળા ના ઝાડ નીચે તેલનો દીપક પ્રગટાવો. આ ઉપાય રાત્રે કરવો. દીપક પ્રગટાવીને પાછળ વળીને ન જોવું.
રોજ સવારે જલ્દી ઉઠીને અને સ્નાન કરી તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવા સાથે લાલ ફૂલ પણ સૂર્યને ચઢાવો.
સવારે જલ્દી ઉઠીને પાણીમાં કાચુ દૂધ અને ગંગાજળ મિકસ કરી સ્નાન કરો. નહાતી વખતે ગંગાનું સ્મરણ કરો. આનાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે.
ૐ આં હ્રીં શ્રીં કમલે કમલાયે પ્રસીદ પ્રસીદ
શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
રોજ સવારે સ્નાન પછી ઓછામાં ઓછા 108 વાર મહાલક્ષ્મી મંત્રના જાપ કરો . મંત્ર જાપ માટે કમલ ગટ્ટાની માળાનો ઉપયોગ કરો.
કોઈ બ્રાહ્મણ કે ગરીબ માણસને અનાજ મીઠાઈનું દાન કરો સાથે જ કપડાનું દાન કરવુ પણ સારું હોય છે.
કોઈ મહાલક્ષ્મી મંદિરમાં ત્રણ સાવરણી ,ગુલાબની સુગંધ વાળી અગરબતી દાન કરો આ દાન કોઈને કહ્યા વગર કરો.
રોજ સવારે તુલસીમાં જળ આપો. અને સાંજે તુલસી પાસે દીપક લગાવવો શરૂ કરો અને સવારે એક તુલસીના પાનનું સેવન કરો.
સવારે ઉઠતા જ સૌથી પહેલાં બન્ને હથેળીઓને જોવી જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની ખાસ કૃપા મળે છે.
પૂજા પછી બધા રૂમમાં ઘંટ અને શંખ વગાડવો જોઈએ . આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
તળાવ કે નદીમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. શાસ્ત્રો મુજ્બ આ ઉપાયથી મોટી-મોટી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
શ્વેતાર્ક ગણેશની મૂર્તિ ઘરે લઈને આવો અને ઘરના મંદિરમાં એને પણ રાખો . શ્વેતાર્ક ગણેશની નિયમિત પૂજાથી બરકત રહેશે.
શનિની સાડેસાતી કે ઢૈય્યા હોય તો સવાર-સવારે પીપળ પર જળ ચઢાવો અને 7 પરિક્રમા કરો અને સાંજે દીપક પણ પ્રગટાવો.
જો કોઈ માણસ પીપળ નીચે શિવલિંગ સ્થાપિત કરી નિયમિત પૂજા કરે તો એમની બધી મનોકામના પૂરી થાય છે. અને પરેશાનીઓ દૂર થઈ શકે છે.
પીપળના 11 પાન તોડીને એના પર ચંદનથી શ્રીરામ લખી એની માળા બનાવો અને હનુમાનજીને ચઢાવો . હનુમાન ચાલીસાના પાઠ કરો.
ઘરમાં જ્યારે પણ રોટલી કરો તો પહેલી રોટલી ગાયને ખવડાવો. આ ઉપાયથી ઘર-પરિવારમાં બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે.
એવા ફોટાની પૂજા કરો જેમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પગ પાસે બેસ્યા હોય, આવા ફોટાની પૂજા કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.