Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લાલ કિતાબના આ ટોટકા અપાવશે ધન સમૃદ્ધિ

લાલ કિતાબના આ ટોટકા અપાવશે ધન સમૃદ્ધિ
, શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (16:31 IST)
લાલ કિતાબ મુજબ ઘરમાં કંઈ વસ્તુઓ મુકવાથી તમને ફાયદો થઈ શકે છે..   ધન સમૃદ્ધિ શાંતિ અને નિરોગી કાયા  માટે ઘટના-દુર્ઘટ્ના અને ગૃહક્લેશથી બચવા માટે અને ગ્રહ-નક્ષત્રના દુષ્પ્રભાવથી બચવા માટે અમે આપને બતાવી રહ્યા છીએ લાલ કિતાબના કેટલાક ઉપાય.  પણ કોઈ વિશેષજ્ઞને પોતાની કુંડળી બતાવીને જ તેને અજમાવો. 
 
1. ઠોસ ચાંદીનો હાથી - ઘરમાં ઠોસ ચાંદીનો  હાથી મુકવો જોઈએ. કેટલાક લોકો પોતાના ખિસ્સામાં શુદ્ધ ચાંદીનો એક નાનકડો હાથી પણ મુકે છે. ચાંદીનો હાથી ગણપતિનુ પ્રતિ મનાય છે. આને મુકવાથી તમારા પર કોઈ સંકટ આવતુ નથી 
 
2. પીત્તળ અને તાંબાના વાસણ - પીત્તળના વાસણમાં ભોજન કરવુ તાંબાના વાસણમાં પાણી પીવુ લાભકારી હોય છે.  ઘરમાં પીત્તળ અને તાંબાના પ્રભાવથી સકારાત્મક અને શાંતિમય ઉર્જાનુ નિર્માણ થાય છે. અને સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ આ વાસણ ઉપયોગી છે 
 
3. અસલી મધ - એક કાંચ કે માટીના વાસણમાં મધ ભરીને યોગ્ય રાખવુ જોઈએ. કેટલાક લોકોને સવારે ખાલી પેટ મધ ખાવાની સલાહ પણ આપવામા આવે છે.  મધએ પવિત્ર વસ્તુ છે.. તેથી તેનો પંચામૃતમાં પણ ઉપયોગ થય છે.  
 
4. પત્થરની ઘંટી - હવે આજકાલ ઘરમાં અનાજ વાટવાની નાનકડી ઘંટી નથી મળતી જો કે ગ્રામીણ ક્ષેત્રમાં હજુ પણ આ જોવા મળે છે. આ જ રીતે મસાલા વગેરે વાટવાનો પત્થર કે ખલબત્તો પણ ખૂબ ઓછા ઘરમાં હોય છે. માત્ર એક વન બાય વનની ફુટની ઘટ્ટી તમે તમારા ઘરમાં મુકો. એવુ કહેવાય છે કે આ ઘંટી એ ઘરમાં બરકતનુ પ્રતિક છે. 
 
5. ચાંદીની ડબ્બી - એક ચાંદીની ડબ્બીમાં પાણી ભરીને તે ડબ્બીને તિજોરીમાં મુકો. પાણીના સુકાય જતા તેને ફરી ભરી લો. દરેક વખતે આવુ થાય તો તેને ભરતા રહો.  ચાંદી સકારાત્મકતાનુ પ્રતિક છે અને આ પવિત્ર ઘાતુ પણ છે તેથી તેનો ઉપયોગ પૂજામાં પણ થાય છે  
 
કાળો સુરમા - કાળો આખો સુરમો કોઈપણ કરિયાણનઈ દુકાન પર મળી જશે.  તેને ઘરમાં કોઈ યોગ્ય સ્થાન પર મુકી દો.  જો કે કેટલાક લોકોને તેને ખિસ્સામાં મુકવાની પણ સલાહ આપવામા આવે છે.  કાળા સુરમાંથી ખરાબ નજરથી બચી શકાય છે 
 
ચાંદી અને સોનુ - ચાંદીનો એક ચોરસ ટુકડો ઘરમાં મુકો. કેટલાક લોકોને તેને ખિસામાં મુકવાની પણ સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત સોનાને પીળા રંગના કપડામાં લપેટીને જ મુકો.   આવુ કરવાથી તમારા પર્સ કે તિજોરીમાં ઘનની બરકત રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાળા દોરાનો આ એક પ્રયોગ તમને બનાવી શકે છે કરોડપતિ