baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આટલુ કરશો તો ખિસ્સામાં ટકી રહેશે પૈસા

આટલુ કરશો
, બુધવાર, 9 મે 2018 (00:39 IST)
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે.  તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે નોટોથી ભર્યુ પર્સ લઈને નીકળે છે પણ સાંજે તેમના પર્સમાં થોડા સિક્કા જ બચેલા દેખાય છે.  આ પણ એક વાસ્તુ દોષ હોઈ શકે છે.   પર્સમાં પૈસા ઉપરાંત બિનજરૂરી સામાન ન મુકવો જોઈએ. જેવા કે ચાકુ, ફાટેલી નોટ, કાતર, જૂના બિલ, વિઝિટિંગ કાર્ડ, મૃત વ્યક્તિઓનો ફોટો, જંગલી જાનવર, બિનજરૂરી કાગળ, દવાઓની જૂના કાગળ, ધાર્મિક વસ્તુ, દેવી-દેવતાઓના ફોટા અને દવાઓ.  આવક વધારવામાં આ બદી વસ્તુઓ અવરોધ સમાન છે અને રાહુનો અશુભ પ્રભાવ પણ વધી જાય છે. શ્રી રામાયણમાં કહેવામાં આવ્યુ છે કે લાલચી વ્યક્તિ પાસે ક્યારેય ધન નથી આવતુ. તેથી ક્યારેય લાલચ કરશો નહી. 
આટલુ કરશો
- પર્સમાં ગંદકી ન ફેલાવવી જોઈએ. સામાન વ્યવસ્થિત મુકવો જોઈએ 
- શ્રીયંત્ર કે મા લક્ષ્મીની બેસેલી મુદ્રામાં કાગળની તસ્વીર મુકો. ખિસ્સુ હંમેશા ભરેલુ રહેશે. 
- પર્સને પેંટના પાછળના ખિસ્સામાં ન મુકવુ જોઈએ તેનાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
- ફાટેલા જૂના કે ગંદા પર્સ શનિના અશુભ પ્રભાવને વધારે છે. ધનને ક્યારેય પણ વધવા દેતુ નથી. 
- પર્સને પોતાના સાથે અપવિત્ર સ્થાન પર લઈને ન જશો, નહી તો આર્થિક સમસ્યા ક્યારેય ખતમ નહી થાય. 
આટલુ કરશો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aries-જાણો કેવા હોય છે મેષ રાશિના લોકો