Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં બેકાબુ આગથી 300 કરોડનું નુકસાન, હવે બિલ્ડિંગને સીલ કરાશે

સુરતમાં બેકાબુ આગથી 300 કરોડનું નુકસાન, હવે બિલ્ડિંગને સીલ કરાશે
, મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (13:54 IST)
સુરત શહેરનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. થોડા જ કલાકોમાં આ આગ બિલ્ડિંગમાં નીચેથી ઉપરનાં માળ સુધી પ્રસરી ગઇ હતી. માર્કેટમાં આવેલી તમામ દુકોનોને આગે ઝપેટમાં લીધી છે. મળતી માહિતી પ્રમાણે આ આગને કારણે આશરે 300 કરોડ રૂપિયાનું કાપડ બળીને ખાખ થઇ ગયું છે.  આ આગ એટલી વિકરાળ હતી કે, તેને બુઝાવવા માટે શહેર અને આસપાસનાં નગરપાલિકાનાં તમામ ફાયર ફાઇટરને બોલાવી લેવામાં આવ્યાં હતાં. આને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 57થી વધુ ટીમો અને 200 ફાયરનાં કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.  ફાયરનાં તમામ કર્મીઓને અહીં બોલાવી લેવામાં આવ્યાં હતાં. આ સાથે NDRF અને CISF સાથે રિલાયન્સ ક્રિભકો NTPC. L&T કંપનીનાં ફાયરની મદદ લેવામાં આવી છે.સુડાના ચેરમેને બંધાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ આગ સવારે ચાર વાગે લાગી હતી. કુંભારિયા ગામમાં આવેલા રધુવીર માર્કેટમાં આગ લાગી છે. થોડા દિવસ પહેલા આ બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગે સૂચના આપી હતી પરંતુ આ લોકોએ સૂચનાનું પાલન નથી કર્યું. તેથી બિલ્ડિંગ યુઝને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે અને જ્યાર સુધી આ બિલ્ડિંગમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી કાયદાકીય કાર્યવાહી કરીને સીલ કરવામાં આવશે. માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રમા શીતલહે૨: નલીયા-5.4, અન્યત્ર પારો 10 ડીગ્રીને પાર