શુ ભગવાન પણ મોબાઈલનો ઉપયોગ કરે છે ? પડી ગયાને આશ્ચર્યમાં.... વિશ્વાસ નથી આવતો ને ? તો ચાલો અમે તમને લઈ જઈએ છીએ 1200 વર્ષ જૂના એક મંદિરમાં જ્યા ભગવાન ગણેશ અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસો કલાક મોબાઈલ ફોન દ્વારા પોતાના ભક્તોના સંપર્કમાં રહે છે.
આ ભાગદોડની જીંદગીમાં જો ભક્તો પાસે મંદિરમાં જવાનો સમય ન હોય તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ઈન્દોરના જૂના ચિંતામણ ગણેશ છે ને તેમની દરેક ઈચ્છા પૂરી કરવા માટે ! દરેક સમયે મોબાઈલ પર !
જૂના ચિંતામણ ગણેશ મંદિર લગભગ 1200 વર્ષ જૂનુ છે. અહીંના પૂજારીના જણાવ્યા મુજબ છેલ્લા 22 વર્ષોથી જૂના ગણેશ મંદિરમાં દરરોજ ટપાલી ટપાલ લઈને આવે છે, જેમા કોઈકમાં ઈચ્છાઓ તો કોઈકમાં સમસ્યાનો નિકાલ થઈ જવા બદલ આભાર વ્યક્ત કરતી વાતો લખવામાં આવે છે. પરંતુ હવે જયારે મોબાઈનલ ફોન સામાન્ય માણસોમાં લોકપ્રિય છે તો ચિઠ્ઠીની સાથે-સાથે ભક્તોના ફોન પણ ભગવાનની પાસે આવવા માંડ્યા છે. જ્યારે પણ કોઈ ભક્તનો ફોન આવે છે તો મંદિરના પૂજારી ફોન ભગવાનના કાનમાં લગાવી દે છે અને ભક્ત પોતાની તમામ સમસ્યાઓ ભગવાન શ્રી ગણેશને સંભળાવી દે છે.
ભગવાનના દરબારમાં આવનારા ભક્તોનુ પણ આ જ માનવુ છે કે જૂના ચિંતામણ ગણેશ ખરેખર મોબાઈલ ફોન પર કે ચિઠ્ઠી દ્વારા માંગવામાં આવેલ દરેક ઈચ્છા પૂરી કરે છે. આવુ જ કાંઈક કહેવુ છે અહીં આવેલ એક ભક્ત મનીષ મોદીનુ...
W.D
ભગવાન ગણેશને માટે ફોન ફક્ત ભારતના દરેક ખૂણેથી જ નહી પરંતુ વિદેશોમાંથી પણ આવે છે. જે ભક્તોની ફરીયાદ મોટી છે તે ભક્ત ચિઠ્ઠી દ્વારા પોતાની વાત કહે છે. ભક્તોનો વિશ્વાસ છે આ માધ્યમોથી પણ ભગવાન ગણેશ તેમની દરેક ઈચ્છા પૂરી કરે છે.
શુ તમને લાગે છે કે ભગવાન ફોન પર પોતાના ભક્તોની ઈચ્છાઓ સાંભળે છે કે આ એક પ્રસિધ્ધિ મેળવવાનું માધ્યમ માત્ર છે ? આમ તો ભારતમાં ધર્મ અને આસ્થા સાથે સંકળાયેલી એવી ઘણી વાતો પ્રચલિત છે. અમે જાણવા માંગીએ છીએ અમારા વાંચકો આ વિશે શુ વિચારે છે... તમારા વિચારો શુ છે અમને જરૂર જણાવજો.