બોલીવુડમાં ઋષિ કપૂરનુ નામ એક એવા સદાબહાર અભિનેતાના રૂપમાં લેવામાં આવે છે જેમણે પોતાના રૂમાની અને ભાવપૂર્ણ અભિનયથી લગભગ ત્રણ દસકાથી દર્શકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવી છે.
4 સપ્ટેમ્બર 1952ના રોજ મુંબઈમાં જન્મેલા ઋષિકપૂરને અભિનયની કલા વારસામાં મળી. તેમના પિતા રાજ કપૂર ફિલ્મ ઈંડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને નિર્માતા-નિર્દેશક હતા. ઘરમાં ફિલ્મી વાતાવરણ રહેવાને કારણે ઋષિ કપૂરનો ફિલ્મો તરફ રસ વધી ગયો અને એ પણ અભિનેતા બનવાનુ સપનુ જોવા લાગ્યા.
ઋષિ કપૂરે પોતાના સિને કેરિયરની શરૂઆત પોતાના પિતાની નિર્મિત ફિલ્મ મેરા નામ જોકર દ્વારા કરી. આવો જાણીએ ઋષિ કપૂર સાથે જોડાયેલ રોચક ફેક્ટ્સ.
- મેરા નામ જોકર ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મ નહોતી. આ પહેલા તે શ્રી 420 માં નાનકડા રૂપમાં જોવા મળી ચુક્યા છે. નાનકડા ઋષિ ફિલ્મનુ ગીત પ્યાર હુઆ એકરાર હુઆ માં ભાઈ રણધીર કપૂર અને રીમાની સાથે પગપાળા ચાલતા જોવા મળી રહ્યા છે.
- એવુ કહેવાય છે કે ઋષિ કપૂરના તેમના પિતા રાજ કપૂરે લોંચ કરવા માટે બોબી બનાવી હતી. પણ ઋષિ કપૂરે જણાવ્યુ કે મેરા નામ જોકરની નિષ્ફળતા પછી રાજ કપૂરની આર્થિક પરિસ્થિતિ એટલી બગડી ચુકી હતી કે તેઓ કોઈ ટૉપ સ્ટારને ફિલ્મ માટે સાઈન કરવાની સ્થિતિમાં નહોતા.
- બોબીની સફળતા પછી ઋષિએ 90થી વધુ ફિલ્મોમાં રોમાંટિક રોલ કર્યો.
- ઋષિ અને તેમના પુત્ર રણબીર બંનેયે પોતાની પ્રથમ ફિલ્મોમાં ટોવેલ પાડવાનો સીન કર્યો છે. ઋષિએ ફિલ્મ બોબીમાં તો રણવીરે સાંવરિયામાં.
- બોબીમાં જે સીનમાં ઋષિ સૌથી પહેલા ડિંપલને મળે છે હકીકતમાં એ સીન નરગીસ અને રાજ કપૂરની પ્રથમ મુલાકાત પર આધારિત હતો.
- અમર અકબર એંથોનીના એક દ્રશ્યમાં ઋષિ નીતૂને તેમના અસલી નામ નીતૂ કહીને બોલાવે છે. આ સીન તમે ફિલ્મમાં જોઈ શકો છો.
- ઋષિ અને નીતૂ સિંહે સાથે એટલી ફિલ્મો કરી કે તેઓ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. પોતાની રિલેશનસિપના સમયે ઋષિ એક સ્ટ્રીક્ટ બોયફ્રેંડ હતા અને નીતૂને સાંજે 8:30 પછી કામ કરવા માટે ના પાડતા હતા.
- નીતુ સિંહની મમ્મી ઋષિ કપૂરને ખાસ પસંદ નહોતી કરતી. તેથી તેમની સાથે ફરવાના વિરોધમાં હતી. જ્યારે પણ આ બંને ડેટ પર જતા નીતૂની કઝિનને પણ તેની મા સાથે મોકલી આપતી હતી.
- ઋષિ-નીતૂના લગ્નમાં એટલી ભીડ થઈ ગઈ હતી કે આટલા બધાને આવેલા જોઈને નીતુ બેહોશ થઈ ગઈ હતી અને ઋષિ કપૂરને ચક્કર આવી ગયા હતા.
- ફિલ્મોમાં ઋષિ કપૂરે જે પણ સ્વેટર્સ પહેર્યા તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.