Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીંધી વેડિંગ માટે દીપિકાએ પહેર્યું આટલા લાખનો લહંગો, ચુનરી પર સોનાથી લખાયું "સદા સૌભાગ્યવતી ભવ:"

Deepika Padukone wedding
, રવિવાર, 18 નવેમ્બર 2018 (11:09 IST)
લેક કોમોની સુંદરતા વચ્ચે 14 નવેમ્બરે રણવીર અને દીપિકા હંમેશાં માટે એક બીજાના થઈ ગયા. આ ગ્રાંડ મેરેજ દરેકની આંખોથી બચાવીને રાખાવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેના સિવાય ચાહકોની સામે ચિત્રો જોયા પછી, કોઈ પણ કહેશે કે બાજીરાવની મસ્તાની તેમના બાજીરાવ સાથે ખૂબ સુંદર નજર આવી રહી છે. એક બાજુ દીપિકાની સુંદરતાના ચર્ચા છે તો, બીજી બાજુ, બન્ને સ્ટાર્સના કોસ્ચ્યુમ પણ ચર્ચાના વિષય બની રહ્યા હતા. બે દિવસ પછી દીપવીરના લગ્નમાં શું શું થયું તેનો ખુલાસો ધીમે ધીમે થઈ રહ્યું છે. આ ક્ષણે, દીપિકાના સિંધી વેડિંગ લેહંગાનો ભાવ ચાહકો સામે આવ્યાં છે
 
પિંકિવાલાના અહેવાલ અનુસાર, દીપિકાના સિંધી વેડિંગ લેહંગની કિંમત 8.95 લાખ જણાવી રહી છે. લહંગાને સબ્યસાચીએ ડિજાઈન કર્યું છે. સિંધી વેડિંનિંગમાં રણવીર પિંક અને ગોલ્ડન કાંજીવરમ શેરવાણીમાં માથા પર સાફા બાંધી પૂરો રાજસી ઠાઠમાં નજર આવ્યા તો, દીપિકા ગુલાબીના પરંપરાગત કપડામાં પહેર્યા છે. માથા પર બિંદિયા, મહેંદી, દીપિકાના હાથમાં કલીરા ખૂબ સુંદર દેખાય છે.
 
સિંધી વેડિંગ માટે, દીપિકાના ગુલાબી રંગમાં લહંગામાં બેસેલી દીપિકાની ચુનરીમાં એક મંત્ર લખ્યું છે, જે લોકો માટે આકર્ષક છે, તેમજ રિંગની કીમત પણ લોકો માટે આશ્ચર્યજનક છે. ફોટામાં, દીપિકાના હાથમાં જે સ્ક્વેર આકારની રિંગ પહેરી છે, તે એક સોલિટેર હીરાની રિંગ છે.
Deepika Padukone wedding
મીડિયા અહેવાલો અનુસાર, સોલિટેયર સ્કાવયર શેપની રિંગની કિંમત 1.3 થી 2.7 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે. ચુનરીના બાર્ડર પર "સદા સૌભાગ્યવતી ભવ:" મંત્ર લખ્યું છે. 
Deepika Padukone wedding
સિંધી લગ્નમાં દીપિકાએ જે લહંગા-ચુની પહેરી છે તે ખૂબ જ ખાસ છે. એવું કહેવાય છે કે દીપિકાની ચુન્ની પર જે "સદા સૌભાગ્યવતી ભવ:" મંત્ર લખ્યું છે તે કોઈ સામાન્ય દોરાથી નહી પણ સોનાના દોરાથી કામ કરવામાં આવ્યું છે. તેની ચુનરી પર સોનાથી જરદોશી વર્ક કર્યું છે, જે રણવીર પરિવારના લોકો દ્વારા કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bollywood stars .. એક ફિલ્મ કરવાના કેટલા રૂપિયા લે છે.