ભારતની સ્ટાર મહિલા બૉક્સર એમસી મૈરીકોમે છઠ્ઠીવાર વિશ્વ ખિતાબી પર કબજો જમાવીને ઈતિહાસ રચી દીધો છે. સુપરમોમના નામથી જાણીતી એમસી મૈરીકોમે 48 કિગ્રા ભારવર્તના ફાઈનલમા યુક્રેનની બોક્સર હન્ના ઓકોતાને હરાવી. ઉલ્લેખનીય છેકે 10મા વિમેંસ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપનુ આયોજન દિલ્હીના કેઘી જાધ્વ ઈડૂર સ્ટેડિયમમાં થયુ અને આ બીજી વાર છે જ્યારે મેરીકૉમે દેશના દર્શકો સામે વિશ્વ ખિતાબી કબજો જમાવ્યો. આ અગાઉ 2010માં વિમેંસ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનુ આયોજન ભારતમા6 થયો હતુ અને ત્યારે પણ એમસી મૈરીકોમે વિશ્વ ખિતાબ જીત્યો હતો. એમસી મૈરીકોમે વિશ્વ ચેમ્પિયનશીપમાં પોતાનો છઠ્ઠો ખિતાબી જીતને દેશને સમર્પિત કર્યો છે.
તેમણે એક ટ્વીટમાં કહ્યુ મે મારુ કર્તવ્ય નિભાવ્યુ. હુ મારા કોચ અને સહયોગી સ્ટાફનો આભાર વ્યક્ત કરુ છુ.