Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈન્ડિયન કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી અમદાવાદની પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે કરશે સગાઈ

ઈન્ડિયન કબડ્ડી  સ્ટાર
, શનિવાર, 14 ડિસેમ્બર 2019 (10:39 IST)
ભારતીય કબડ્ડી જગતના સ્ટાર ખેલાડી રાહુલ ચૌધરી રવિવારે અમદાવાદમાં પોતાની પ્રેમિકા તથા પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે અનોખા અંદાજમાં સગાઇ કરશે. પોતાની સારી રમત શૈલીના લીધે ભારતીય ટીમના શો મેન અને રેડ મશીન તરીકે જાણિતા રાહુલ ચૌધરી અને અમદાવાદની હેતાલી અહીં પોતાની સગાઇના અવસરે કબડ્ડીના શોખીન બાળકોને રમતની બારીકીઓ જણાવશે. અહી સિંધુભવન રોડ પર આયોજિત થનાર સગાઇમાં બાળકો ખાસ મહેમાન બનશે. 
ઈન્ડિયન કબડ્ડી  સ્ટાર
આ બન્નેની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. તેઓ લાસ્ટ ઓગસ્ટમાં એક બીજાને મળ્યા હતા જે બાદ તેમને સગાઈ કરવાનું નક્કી કરી લીધું. રાહુલ ચૌધરી કે જેઓ કબડ્ડીમાં શૉ મેન અને રેડ મશિન તરીકે જાણીતા છે. જેઓ ઈન્ડિયન નેશનલ કબડ્ડી ટીમમાં 2016માં ગોલ્ડ મેડલ પણ મેળવી ચુક્યા છે. જ્યારે પાયલત હેતાલી બ્રહ્મભટ્ટ કોમર્શિયલ પાયલટ છે જેમને એક બિઝનેસ મેનના ડૉટર હોવાની સાથે સાથે મહેનત કરીને આ મુકામ હાંસલ કર્યું છે.
 
 
આ દિવસને ધ્યાનમાં રાખી રાહુલ કેટલાક બાળકો કે જેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને આગળ જવા માંગે છે તેમને જરૂરી નોલેજ આપી સગાઈના આ પળને યાદગાર બનાવશે. જો કે એ પછીથી પણ સંગસહયોગ ફાઉન્ડેશન સાથે મળીને બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે જરૂરી નોલેજ આપશે.
ઈન્ડિયન કબડ્ડી  સ્ટાર
આ અંગે હેતાલી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, મને નાનપણથી જ કબડ્ડી ગેમ ગમે છે. હું સ્કૂલમાં હતી ત્યારે કબડ્ડી ટીમમાં ભાગ લેતી હતી જ્યારે રાહુલની ઈચ્છા નાનપણથી જ કોઈ પાયલટ સાથે જ લગ્ન કરવાની હતી. મને અપોઝિટ સબંધો વધારે ગમે છે રાહુલ એક બેસ્ટ પ્લેયરની સાથે એક જવાબદાર વ્યક્તિ અને લવિંગ તેમજ કેરીંગ પર્સન છે. જે મેરેજ પછી પણ મારા કામ અને મારા પેશનને લઈને સપોર્ટીવ રહેશે.
 
 
તો વધુમાં કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરીએ જણાવ્યું કે, મારી સગાઈ એક ગુજરાતી સાથે થવા જઇ રહી છે એ પણ એની સાથે જે ગુજરાતી હોવાની સાથે સાથે એક પાયલટ પણ છે જેવી રીતે પાયલટ ની જવાબદારી મુસાફરોને સહી સલામત મંજિલ સુધી પહોંચાડવાની હોય છે આ જ જવાબદારી સાથે હું સફળ દામ્પત્યની મંજિલ હેતાલી સાથે પાર કરવા માંગુ છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિંહની વસ્તી ગણતરીમાં ડિજિટલ, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે