Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં કર્યું શાનદાર પ્રદર્શન

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે  જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં કર્યું શાનદાર પ્રદર્શન
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (17:49 IST)
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના 21 વર્ષીય પેરા એથ્લેટ પ્રવીણ કુમાર ભારત માટે 9મા દિવસે હાઈ જમ્પની T64 ફાઈનલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 26મો અને છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. પ્રવીણ કુમારે 2.08 મીટરની ઉત્તમ હાઈ જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં હાઈ જમ્પ ઈવેન્ટમાં આ ભારતનો અત્યાર સુધીનો 11મો મેડલ છે. ઉત્તર પ્રદેશના નોઈડાના 21 વર્ષીય પેરા એથ્લેટ પ્રવીણ કુમાર, પેરાલિમ્પિક્સમાં હાઈ જમ્પ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર મરિયપ્પન થંગાવેલુ પછી બીજા ભારતીય બન્યા.

ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક્સમાં ભારતનું આ ઓલટાઇમ બેસ્ટ પરફોર્મન્સ છે. આ પહેલા ટોકિયો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા.
 
કપિલ સેમિફાઈનલમાં 0-10થી હારી ગયો
ભારતીય જુડોકા કપિલ પરમાર પુરૂષોની 60 કિગ્રા J1 વર્ગની સેમિફાઈનલમાં હારી ગયો. તેને ઈરાનના ખોરામ બનિતાબાએ 10-0થી હરાવ્યો હતો. બાદમાં કપિલે બ્રોન્ઝ મેડલ મેચમાં કમબેક કર્યું હતું.
વિનેશ ફોગાટ વિશે
 
તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ ગયો હતો, અને તે ગોલ્ડ માટે સ્પર્ધા કરવાની હતી, પરંતુ 50 કિલોની વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી, જેના કારણે તે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ હતી. ઓલિમ્પિકમાં મેડલ રેસમાંથી બહાર હતી.
 
વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ હરિયાણાના ચરખી દાદરીમાં થયો હતો. તેમના પિતા રાજપાલ ફોગાટના મૃત્યુ પછી, તેમનો ઉછેર તેમના કાકા મહાવીર સિંહ ફોગાટ દ્વારા કરવામાં આવ્યો હતો અને કુસ્તીની તાલીમ લીધી હતી. વિનેશે 2018માં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતીય કુસ્તીમાં પોતાનુ નામ સોનેરી અક્ષરોમાં નોંધાવ્યુ.   તેમના યોગદાન માટે, તેમને 2020માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, 2016માં અર્જુન પુરસ્કાર અને 2018માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં ઇન્ડેન ગેસના ટેંકરમાંથી 52.80 લાખનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ