Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બોપન્ના-શરણની જોડીએ ટેનિસમાં જીત્યો ગોલ્ડ, એશિયાડમાં પહેલીવાર ભારતને એક દિવસમાં એકથી વધુ સુવર્ણ

બોપન્ના-શરણની જોડીએ ટેનિસમાં જીત્યો ગોલ્ડ, એશિયાડમાં પહેલીવાર ભારતને એક દિવસમાં એકથી વધુ સુવર્ણ
પાલેમબંગ , શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (13:12 IST)
. રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ 18માં એશિયાઈ રમતમાં શુક્રવારે ભારત માટે ટેનિસ સુવર્ણ પદક જીત્યો. બંનેયે પુરૂષ યુગલ સ્પર્ધામાં કજાખસ્તાનના ડેનિસ યેવશેયવ અને અલેક્ઝેંડર બબ્લિકની જોડીને સીધા સેટ  6-3, 6-4થી હરાવી. ભારતીય જોડીને ખિતાબી મુકાબલો જીતવામાં 52 મિનિટ લગી. ભારતે એશિયાડમાં પુરૂષ યુગલમાં આઠ વર્ષ પછી સુવર્ણ પદક જીત્યો છે. આ પહેલા 2010માં ઈચિયોન એશિયાડમાં સોમદેવ દેવવર્મન અને સનમ સિંહની જોડીએ સુવર્ણ પદક જીત્યો હતો. 
 
બોપન્નાએ પહેલીવાર એશિયાઈ રમતમાં સુવર્ણ પદક જીત્યુ. બીજી બાજુ દિવિજ શરણનો એશિયાડમાં આ બીજો પદક છે. તેઓ 2014માં યુકી ભાંબરી સાથે પુરૂષ યુગલને કા6સ્ય પદક પણ જીતી ચુક્યા છે. 
 
અંકિતા રૈનાએ આ એશિયાડમાં ટેનિસમાં પ્રથમ પદક અપાવ્યો. આ એશિયાઈ રમતમાં ભારતનુ ટેનિસમાં આ બીજો પદક છે. ગુરૂવારે અંકિતા રૈનાએ મહિલા એકલમાં કાંસ્ય પદક પર કબજો જમાવ્યો હતો. એશિયાઈ રમતમાં ટેનિસમાં ભારતને માટે સૌથી વધુ પદક મહેશ ભૂપતિ અને લિએંડર પેસની જોડીએ જીત્યો છે. ભૂપતિ અનેપેસની જોડીએ 2002 અને 2006 એશિયાડમાં સુવર્ણ પદક જીત્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકીની લાશને ચીરીને ભૂવાએ તાંત્રિક વિધી કરી