Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રાવણમાં કરો આ ઉપાય, ઘરમાં થશે ખુશીઓનો વરસાદ

Shravan 2021
, બુધવાર, 11 ઑગસ્ટ 2021 (15:20 IST)
શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ.
 
- શ્રાવણ મહિના દરમિયાન દરરોજ ગાય કે બળદને લીલો ચારો ખવડાવો. ગરીબને ભોજન આપો. ઘરમાં ક્યારેય પણ ખોરાકની તંગી નહીં થાય.
- શ્રાવણ માસમાં ઘરે તુલસીની સ્થાપના કરવી
શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ઘરે વિવિધ છોડ લગાવો. આવુ કરવાથી ઘરમાં આનંદ આવે છે. - શ્રાવણ મહિનામાં ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર લગાવો.
તેનાથી ઘરમાંથી ક્લેશ દૂર
થાય છે.
- આ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરો. તેનાથીમાનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
-શ્રાવણમાં ઉપવાસ કરવાની અથવા એક સમયે ભોજન લેવાની વિશેષ માન્યતા છે. આવુ કરવાથી પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મમાં રસ વધે છે.
- ઘરના રસોડામાં ગંગાજળ લાવીને મુકો. ઘરના હોલમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ મૂકો.
તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહેશે.
ડમરૂને બાળકોના રૂમમાં મુકો. આવુ કરવાથી બાળકોને કોઈ પ્રકારનો ભય રહેતો નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુભ બુધવાર-ૐ ગં ગણપતયે નમ: