Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vat Savitri Vrat 2023- વટ સાવિત્રી વ્રતમાં શા માટે થાય છે વડના ઝાડની પૂજા, જાણો મહત્વ

Vat Savitri Vrat 2023- Why banyan tree is worshiped in Vat Savitri Vrat, know the importance
, શુક્રવાર, 2 જૂન 2023 (15:18 IST)
Vat Savitri Vrat  જેઠ મહિનાની પૂર્ણિમાને વટ સાવિત્રીના રૂપમાં ઉજવાય છે .આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને 3 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે. જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે.  આ દિવસે મહિલાઓ સુખદ પરિણીત જીવનની કામનાથી વટવૃક્ષ કે વડના ઝાડની પૂજાની અર્ચના કરી અખંડ સુહાગની કામના કરે છે. 
 
આ સંબંધમાં આ લોકકથા છે કે સાવિત્રીએ વટના ઝાડ નીચે તેમના મૃત પતિ સત્યવાનને યમરાજથી જીતી લીધું હતું. સાવિત્રીના દ્ર્ઢ નિશ્ચય અને સંકલ્પની યાદમાં આ દિવસે 
 
મહિલાઓ સવારથી સ્નાન કરી નવા વસ્ત્ર પહેરીને, સોળ શ્રૃંગાર કરે છે અને વટ વૃક્ષની પૂજા કર્યા પછી એ જળ ગ્રહણ કરે છે. 
 
આ છે પૂજન વિધિ : આ પૂજનમાં 24 વડ ફળ( લોટ કે ગોળના) અને 24 પૂડી તમારા પૂડી અને વટફળ  ઝાડમાં ચઢાવે છે. ઝાડમાં એક લોટા પણી ચઢાવીને હળદર- કંકુ લગાવીને ફળ-ફૂળ, ધૂપ- કરી દિવો પ્રગટાવો. તે પછી સાચા દિલથી પૂજા કરીને પતિની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે કામના કરો. પંખાથી વૃક્ષને હવા આપો અને સાવિત્રી માનો આશિર્વાદ લો જેથી તમારા પતિને દિર્ઘાયુ પ્રાપ્ત થાય.પંખાથી વૃક્ષને હવા આપો અને સાવિત્રી માનો આશિર્વાદ લો જેથી તમારા પતિને દિર્ઘાયુ પ્રાપ્ત થાય. કાચા સૂતને હાથમાં લઈને એ ઝાડની 12 પરિક્રમા કરે છે. દરેક પરિક્રમા પર એક ચણા ઝાડમાં ચઢાવે છે અને વટના ઝાડના તના પર સૂતરનો દોરે લપેટતી જાય છે. દરેક પરિક્રમા પર એક ચણા ઝાડમાં ચઢાવે છે અને વટના ઝાડના તના પર સૂતરનો દોરે લપેટતી જાય છે. પરિક્રમા પૂરી થયા પછી સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળે છે. તેના પાછ્ળ આ માન્યતા છે કે સત્યવાન જ્યારે મરણાવસ્થામાં હતા. ત્યારે સાવિત્રીને તેની કોઈ સુધ નથી હતી પણ જેમજ યમરાજએ સત્યવાનને પ્રાણ આપ્યા. તે સમયે સત્યવાનને પાણી પીવડાવીને સવિત્રીએ પોતે વટના ઝાડના ફળ ખાઈને પાણી પીધું હતું.તેથી આ દિવસે મહિલાઓ તેમના અખંડ સુહાગ અને સુખી પરિણીત  જીવન માટે વટ સાવિત્રી પૂર્ણિમા પર વડના ઝાડની પૂજા કરી આશીર્વાદ લે છે.
Edited By-Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમારા જીવનની સમસ્યાઓ ખતમ નથી થઈ રહી તો આજે જ અજમાવો આ ઉપાયો, ઘરમાં જરૂર આવશે સુખ-સમૃદ્ધિ