છીંક આવવી એ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે,પણ જૂના જમાનાથી એકાદ શુભ કાર્ય કરતી વખતે જો કોઈને છિંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે.
છિંક આવવી ઘણા સ્થળે શુભ તો ઘણા સ્થળે અશુભ માનવામાં આવે છે. છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય છે તે નીચે આપેલી છે.
1. તમે ઘરમાંથી બહાર જતા હોય અને કોઈ છીંકે તો તમારા કામમાં અડચણ આવી શકે, એ વ્યક્તિ એક કરતા વધુ વાર છીંકે તો એ કામ સહેલાઈથી પુર્ણ થશે.
2. ઘરમાં આવેલ વ્યક્તિના જવાના સમયે કોઈ તેના ડાબી બાજુએથી છીંકે તો એક અશુભ સંકેત કહેવાય છે.
3. ખરીદી કરતી વખતે છીંક આવે તો ખરીદેલી વસ્તુઓનો ફાયદો થાય છે.
4. સૂતા પહેલા કે ઉંધીની ઉઠતા સમયે કોઈની છીંકનો અવાજ સાંભળવો એ અશુભ માનવામાં આવે છે.
5. નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે છીંક આવે તો એ ઘરમાં એ સમયે પ્રવેશ ન કરવો.
6. કોઈ બીમાર વ્યક્તિ દવા લેવા માટે જઈ રહ્યો હોય અને તેને છીંક આવે તો તે જલ્દી સાજો થઈ જાય છે.
7. જમતા પહેલા જો છીંકવાનો અવાજ સાંભળ્યો તો અશુભ કહેવાય છે