Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shivpuran- મહેમાનને ભોજન કરાવતી વખતે ધ્યાન રાખવાની 4 વાત

Shiv Purana- 4 Things To Keep In Mind While Treating Guest

Shiv Purana
, શુક્રવાર, 30 જૂન 2017 (21:07 IST)
ઘર્મ ગ્રંથોમાં  મહેમાનના  મહત્વ  વિશે ઘણી વાતો જણાવી છે. ઘરે આવેલા  મહેમાનને ભગવાન સમાન ગણાય છે. હિંદૂ ધર્મમાં ભગવાનના હવન કે ઘણા તહેવારો પર ઘરે આવેલા  મહેમાનને ભોજન કરાવવાનું મહત્વ છે. અતિથિને સત્કારને લઈને શિવપુરાણમાં 4 એવી વાતો જણાવી છે જેમનું પાલન કરવામાં આવે તો માણસને  મહેમાનને ભોજન કરાવવાનું ફળ મળે છે. 
ઘરે આવેલા  મહેમાનને ભોજન કરાવતા સમયે ધ્યાન રાખો આ 4 વાતો 
Shiv Purana
1. સાફ હોય મન 
કહેવાય  છે કે જે માણસનું  મન શુદ્ધ ન હોય, તે તેને ક્યારેય પણ તેના શુભ કાર્યોનું  ફળ મળતું નથી. ઘરે આવેલા મહેમાનનો  સત્કાર કરતી વખતે એને ભોજન કરાવતા સમયે કોઈ પણ ખોટો  ભાવ મનમાં ન આવવો   જોઈએ. મહેમાનના સત્કારના સમયે જે માણસના મનમાં બળતરા,ક્રોધ  હિંસા જેવી વાતો ચાલતી રહે છે. તેને  ક્યારે પણ તેમના કર્મોનું ફળ મળતુ નથી. આથી આ વાતનું  ખાસ ધ્યાન રાખવુ જોઈએ. 

2. તમારી વાણી હોય મધુર 
માણસે  ક્યારે પણ ઘરે આવેલા મહેમાનનુ  અપમાન ન કરવું જોઈએ. ઘણી વાર માણસ ક્રોધમાં આવીને કે કોઈ પણ બીજા કારણોથી ઘરે આવેલા મહેમાનનું  અપમાન કરી નાખે છે. આવું કરતા માણસ પાપનો ભાગી બની જાય છે. દરેક માણસને એમના ઘરે આવેલા મહેમાનને સારી રીતે ભોજન સાથે સાથે પવિત્ર અને મીઠી વાણી સાથે  સ્વાગત સત્કાર કરવો જોઈએ. 
Shiv Purana
<iframe શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય 
Shiv Purana

3. શુદ્ધ હોય શરીર
મહેમાન  ભગવાનના સમાન ગણાય છે. અપવિત્ર શરીરથી ન તો ભગવાનની સેવા થાય છે  કે ન તો મહેમાનની. કોઈને પણ ભોજન કરાવતા પહેલા માણસે શુદ્ધ જળથી સ્નાન કરીને, સાફ કપડા ધારણ કરવા જોઈએ. અપવિત્ર કે વાસી શરીરથી કરેલ સેવાનું  ફળ ક્યારે પણ મળતુ નથી. 

 
4. ભેટ આપો 
ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવ્યા પછી કંઈક ભેટ આપવાનું પણ વિધાન છે. તમારી શ્રદ્ધા મુજબ મહેમાનને ભેટના રૂપમાં કઈક જરૂર આપવુ  જોઈએ. સારી ભાવનાઓથી આપેલ ભેટ હમેશા જ શુભ ફળ આપતું હોય છે. 
Shiv Purana
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amaranath Katha - જાણો અમરનાથ યાત્રાનું શુ રહસ્ય છે ?(Amarnath yatra)