Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શા માટે વધુના હાથ અને પગમાં મેહંદી લગાવાય છે?

શા માટે વધુના હાથ અને પગમાં મેહંદી લગાવાય છે?
, મંગળવાર, 8 મે 2018 (08:43 IST)
લગ્નથી પહેલા વધુને મેહંદી શા માટે લગાય છે? શું છે કારણ આ રીતને ઘણા વર્ષ પહેલા નિભાવી રહ્યા છે? આજે અમે તમને મેહંદીની રીત હોવાના કારણ અને તેનાથી થતા ફાયદા જણાવીશ. 
 
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન ખૂબ વધારે મહત્વ રાખે છે. તેને જન્મો જન્મના બંધન ગણાય છે. લગ્નના સમયે ઘણા રીત-રિવાજો અને રસ્મોને નિભાવે છે, જેના સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વ હોય છે. તેનામાંથી એક છે વધુના હાથ અને પગ પર મેહંદી લગાવવાના આવું માનવું છે કે વધુની મેહંદીનો રંગ થનાર પતિ અને સાસુના તેમના પ્રત્યે પ્રેમનો સૂચક હોય છે. પણ મેહંદી લગાવવાનો ઉદ્દેશ્ય માત્ર આ સામાન્ય અવધારણા સુધી જ સીમિત નથી. આમ તો આ માન્યતા આ રીતને ખૂબ આકર્ષક અને પ્રત્યાશિપ પરંપરા બનાવે છે. પણ તેના પાછળના મુખ્ય ઉદ્દેશ્ય કદાચ આજે ભુલાવી નાખ્યું છે.

મેહંદીનો રંગ
મેહંદી હાથ અને પગને સુંદર અને મનમોહક બનાવે છે. પણ આ એક ઔષધીય જડી-બૂટી પણ છે. લગ્નના સમયે દોડધામને લઈને ગભરાહટ અને ઉત્તેજનાથી વધુનો તનાવગ્રસ્ત થવું સ્વભાવિક છે. જેના કારણ સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે અને માથાનો દુખાવો અને તાવની સમસ્યા સામાન્ય થઈ જાય છે. તેથી મેહંદી લગાવવાથી મગજ તનાવરહિત અને શરીરમાં ઠંડનો આભાસ હોય છે. મેહંદીમાં એંટી સેપ્ટિક ગુણ હોય છે. જે વધુને આ મહત્વપૂર્ણ સમય કોઈ પણ પ્રકારના વાયરલ રોહથી બચાવવામાં મદદ કરે છે. લગ્નના સમયે થતી રીતી-રિવાજોના સમયે જો વધુને કોઈ પણ પરકારની હળવી ઈજા થઈ જાય તો મેહંદી આ ઈજાને ઠીક કરવામાં સહાયક સિદ્ધ હોય છે. મેહંદી રક્ત પરિસંચરણને સારું બનાવીને શરીર માટે સ્વાસ્થયવર્ધક હોય છે. પ્રાચીન સમયમાં મુખ્ય રૂપથી આ જ કારણે મેહંદી લગાવવાનો ચલન શરૂ થયું હતું.
webdunia

લગ્નના સમયે જે મેહંદી લગાય છે, એ માત્ર મેહંદી અને પાણીનો મિક્સ નહી હોય છે, પણ તેમાં નીલગીરિનો તેલ, થોડો લવિંગનો તેલ અને લીંબૂના રસની કેટલીક ટીંપા પણ મિક્સ કરાય છે. જે ન માત્ર મેહંદીના રંગને ઘટ્ટ કરે છે, પણ તેના ઔષધીય ગુણ અને વધારી નાખે છે. સાથે જ તેની મનમોહક સુગંધ નવપરિણીત કપલના દાંમપ્ત્ય જીવનને વધારે સરળ અને મધુર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું કરવું અધિકમાસમાં, પુરૂષોત્તમ માસ પુણ્ય કમાવવાનો મહિનો