Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પૂજા માટે આ 4 વસ્તુઓ ક્યારે વાસી નહી હોય છે જાણો કઈ છે તે 4 વસ્તુ

puja
, બુધવાર, 24 ઑગસ્ટ 2022 (18:07 IST)
આ 4 વસ્તુઓ ક્યારે નહી હોય વાસી, પૂજામાં ફરીથી કરી શકાય છે તેનો ઉપયોગ 
 
પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે વસ્તુઓ 
webdunia
ગંગાજળ 
ગંગા જળને સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. તે સિવાય આનો ઉલ્લેખ વાયુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ પણ જણાવ્યુ છે કે ગંગાજળ વર્ષો જૂનું હોઈ શકે છે પરંતુ તે ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં ગંગાજળનો ઉપયોગ દરેક પવિત્ર કાર્યમાં થાય છે. તે ઉપરાંત વાયુ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંગાજળ જૂનું હોઈ શકે, પરંતુ તે ક્યારેય બગડે નહીં, તેથી તમારી પૂજામાં ગંગા જળનો ઉપયોગ કરી શકાય છે.
webdunia
બિલ્વપત્ર 
ભગવાન શિવને બેલપત્ર ચઢાવવામાં આવે છે. શિવરાત્રી પર શિવને બેલપત્ર અર્પણ કરવાનું પૌરાણિક મહત્વ છે. બેલપત્રને અમર ફળ પણ માનવામાં આવે છે.  ફક્ત આ ફળ જે શિવને અર્પણ કરવામાં આવે છે તે જ એકવાર ચઢાવ્યા પછી પણ શિવને અર્પણ કરી શકાય છે.
 
કમળનું ફૂલ
આમ તો કમળનું ફૂલ સરળતાથી મળી શકતું નથી, પરંતુ તે પૂજાના પાઠમાં તેનો પ્રબંધન કરાય છે. આવામાં કમળ દુર્લભ માનવામાં આવે છે. કમળના ફૂલમો ઉપયોગ પૂજામાં ઉપયોગ કરી શકાય છે. તે પાંચ દિવસનો ગાળો કહેવાય છે. એકવાર તેનો ઉપયોગ કર્યા પછી નિયમિત તેને ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે.
webdunia
તુલસીના પાન
પૌરાણિક કથાઓમાં, તુલસીને દેવી માનવામાં આવે છે, તેથી તુલસીના પાંદડાઓનું પૂજનમાં વિશેષ મહત્વ છે. તુલસીનો ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે પણ તેને ધોઈને ફરી પૂજામાં રાખો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણપતિની કૃપા મેળવવા ઈચ્છો છો તો ભૂલીને પણ ન કરવી આ 10 ભૂલોં