Russia Ukraine War News:રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આઠ મહિના વીતી ગયા છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ યુદ્ધને બદલે વાતચીત દ્વારા ઉકેલ શોધવાની વાત કરી છે. પરંતુ આ દરમિયાન પુતિનના એક પગલાએ દુનિયામાં હલચલ મચાવી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બુધવારે 'સામરિક પરમાણુ બળ' નો અભ્યાસ જોયો. આમાં બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ વગેરેનું લોન્ચિંગ પણ સામેલ હતું. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ક્રેમલિને જણાવ્યું કે જે અભ્યાસ કર્યો છે તે પરમાણુ યુદ્ધની ધમકીઓનો જવાબ આપવા માટે દરેક સમયે તૈનાત કરવામાં આવે છે.
પરમાણુ હુમલાની ચેતવણી વચ્ચે પુતિનના આ પગલાથી દુનિયા ચોંકી ઉઠી છે. કોઈ ગંભીર ખતરાનો અહેસાસ કરતાં અમેરિકાએ ફરી એકવાર રશિયાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપતા કહ્યું છે કે તે અવિશ્વસનીય ગંભીર ભૂલ હશે.
રશિયા કેમ કરી શકે છે પરમાણુ હુમલો?
રશિયા હંમેશા કંઈક અણધાર્યું કરે છે. આઠ મહિના પહેલા જ્યારે રશિયા ચેતવણી આપી રહ્યું હતું કે તે યુક્રેન પર હુમલો કરશે. ત્યારે દુનિયા કહેતી હતી કે આ યુદ્ધનો સમય નથી. આવી સ્થિતિમાં રશિયા માત્ર ધમકી આપી રહ્યું છે. ત્યારે રશિયાએ પણ બેલારુસ સાથે મળીને ફાઈટર જેટ ઉડાડીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે પણ એવું માનવામાં આવતું હતું કે યુદ્ધની સ્થિતિ ઊભી થશે નહીં. પરંતુ 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર જોરશોરથી હુમલો કરવાનું શરૂ કર્યું અને હવે 8 મહિના વીતી ગયા છે. જે હુમલાની આખી દુનિયાને અપેક્ષા ન હતી, તે હુમલો રશિયાએ કર્યો હતો. આવી સ્થિતિમાં, રશિયા દ્વારા પરમાણુ હુમલાની ચેતવણી, પુતિન દ્વારા પરમાણુ બળના અભ્યાસનુ નિરીક્ષણ, આ વાતોને અવગણી શકાય નહીં. આ જ કારણ છે કે પુતિનના આ પગલાથી દુનિયામાં હલચલ મચી ગઈ છે.
ઝેલેન્સકીએ રશિયા પર ઈરાની ડ્રોનનો ઉપયોગ કરવાનો લગાવ્યો આરોપ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા પર યુદ્ધમાં ઈરાની ડ્રોનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કર્યો છે
યુક્રેનનો દાવો, રશિયા પરમાણુ પ્લાન્ટમાં ગુપ્ત કામ કરી રહ્યું છે
રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે કે કેમ તે અંગે, બાઈડેન વહીવટીતંત્રે અગાઉ કહ્યું હતું કે રશિયાએ નોટિસ આપી છે કે તે નિયમિતપણે તેની પરમાણુ ક્ષમતાઓનો ઉપયોગ કરવા માંગે છે. યુક્રેનના ન્યુક્લિયર પાવર ઓપરેટરે દાવો કર્યો હતો કે તેનો પાડોશી યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ગુપ્ત કામ કરી રહ્યો છે.
રશિયા દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ પર શું બોલ્યા બાઈડેન ?
બાઈડેને વ્હાઇટ હાઉસમાં મીડિયાને કહ્યું કે 'હું એટલું જ કહેવા માંગુ છું કે જો રશિયા વ્યૂહાત્મક પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે તો તે અવિશ્વસનીય રીતે ગંભીર ભૂલ કરશે.' અહીં બાઈડેન એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું રશિયા 'ડર્ટી બોમ્બ' અથવા પરમાણુ હથિયાર તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે.
Edited By - Kalyani Deshmukh