Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર

યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર
, શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (09:31 IST)
પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે. બિન નિવાસી ગુજરાત પ્રભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.  
 
તેમણે કહ્યું કે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ situationroom@mea.gov.in પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે. 
 
ગુજરાત રાજ્ય બિન - નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી ખૂબ જ વધશે, કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા મજબૂર થશે કંપનીઓ