Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Russia-Ukraine War News Update - બલ્ગેરિયા હવે રશિયન હુમલાથી ક્ષતિગ્રસ્ત યુક્રેનિયન ટેન્કોને કરશે રિપેયર

Ukraine
, ગુરુવાર, 12 મે 2022 (13:24 IST)
Russia-Ukraine War News Update: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 78 દિવસ થઈ ગયા છે. યુક્રેનના કે કે ગેસ પાઈપલાઈન સંચાલકે થોડા દિવસ પહેલા મૉસ્કો સમર્થિત અલગતાવાદીઓ દ્વારા કબજે કરેલા પૂર્વીય પ્રદેશના મુખ્ય કેન્દ્રમાંથી રશિયન પ્રાકૃતિક ગેસનો પ્રવાહ રોકી દીધો છે. સાથે જ રશિયન સેનાને યુક્રેનના સૈનિકોએ ભગાડી દીધા છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આનો દાવો કર્યો. 
 
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પહેલા જ કહ્યું હતું કે અમે રશિયાને તેના કબજા હેઠળના પ્રદેશોમાંથી હટી જવા દબાણ કરીશું. આ અપીલે યુક્રેનિયન સેનાનું મનોબળ પણ વધાર્યું અને લક્ષ્યને વિસ્તાર્યું. ચાર ગામોમાંથી રશિયન સૈનિકોની  હકાલપટ્ટી બાદ યુક્રેનની સેનાનો આત્મવિશ્વાસ વધ્યો છે. કુલેબાએ કહ્યું કે જો આપણે ડોનબાસનું યુદ્ધ જીતીશું તો તે યુદ્ધની વ્યૂહરચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને અમે અન્ય વિસ્તારોને પણ આઝાદ કરીશું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત: હીટવેવ ભારતને સળગાવી દેતાં અમદાવાદ હેરાન, તરસ્યા પંખીડાઓ આકાશમાંથી પડ્યા