ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમા દરવર્ષે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જે દિવસે આપણું સંવિધાન લાગૂ થયુ ત્યારથી ભારતને પોતાના સંવૈધાનિક તાક મળી. આ દિવસ પછીથી ભારતમાં એક સંપૂર્ણ રીતે રિપબ્લિકન એકમ બની ગઈ.
ગણતંત્ર દિવસનો ઈતિહાસ સન 1929ના રોજ ડિસેમ્બરમાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં થયો જેમા પ્રસ્તાવ પારિત કરી એ વાતની જાહેરાત કરવામાં આવી કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ઉપનિવેશનુ પદ (ડોમીનિયન સ્ટેટસ) નહી પ્રદાન કરે તો ભારત પોતાની જાતને પૂર્ણ સ્વતંત જાહેર કરી દેશે.
26 જાન્યુઆરી 1930 સુધી જ્યારે અંગ્રેજ સરકારે કશુ ન કર્યુ ત્યારે કોંગ્રેસે એ દિવસ ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી અને પોતાનો સક્રિય આંદોલન પ્રારંભ કર્યો. એ દિવસથી 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત થતા સુધી 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે. ત્યારપછી સ્વતંત્રતા પ્રાપ્તિના વાસ્તવિક દિવસ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરીનુ મહત્વ બનાવી રાખવા વિધાન નિર્માણ કરનાર સભા દ્વારા સ્વીકૃત સંવિધાનમાં ભારતના ગણતંત્ર સ્વરૂપને માન્યતા આપવામાં આવી.
એકતા અને તાકતનું પ્રતીક ગણતંત્ર દિવસ આજે ગણતંત્ર દિવસ આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને વિશેષ રૂપે રાજધાનીની સાથે મનાવવામાં આવે છે. લાલકિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિકના રૂપમાં હાજર દેશના રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો ફેલાવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા દેશના બાહદુર લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે પર એક પરેડ કાઢવામાં આવે છે. જે રાજઘાટથી વિજયઘાટ પર સમાપ્ત થાય છે. આ પ્રસંગ પર દેશના ત્રણે વાયુ, થલ અને જળના જવાન પોતાનુ કૌશલ બતાવે છે અને શાળાના બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરે છે. આપણો દેશ ખુશ રહે, આબાદ રહે અને વિકાસ કરતો રહે, આ દુઆ સાથે વેબદુનિયા પણ સમગ્ર દેશવાસીયોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.