- આજે એરપોર્ટમાં મોરેશિયસના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું
આજે રાજકોટમાં ભારતીય મૂળના મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમના પત્ની સાથે આવી પહોંચ્યા છે. આજે એરપોર્ટમાં મોરેશિયસના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી બે કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો.. હાલ તેઓ ગ્રાન્ડ રિજન્સી હોટલ ખાતે જવા રવાના થયા છે. જ્યાંતેઓનું રાત્રિ રોકાણ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
સાંજે ગોલ્ડન બોલરૂમ બેંકવેટ હોલમાં શાહી ડિનર
આજે સાંજે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ કાલાવડ રોડ - ન્યારી ડેમ રોડ પર આવેલ રાજકોટની જાણીતી હોટેલ ગ્રાન્ડ રીજનસીમાં સ્ટાર્ટર થી લઈને આઈસ્ક્રીમ સુધી 8 કોર્સ ડિનર માણશે જેમાં પનીર, લેબનીસ ફૂડ સાથે ઉંધીયું પણ માણશે.ઉલ્લેખનીય છે કે અંદાજે 1000 સ્ક્વેર ફૂટનો લેક ઉપર આવેલ સ્પેશયલ સ્યૂટ રૂમમાં મોરેશિયસના વડાપ્રધાન રહેશે
કોણ છે પ્રવિંદ જુગનાથ
મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.