ગુજરાતમા ચૂંટણી સમયે વેપારીઓ વિમાસણમાં મુકાયા છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના જનસંપર્ક અભિયાન હેઠળ ગુજરાતના વિવિધ વર્ગને મળવાનું શરૂ કર્યું છે. તેઓ દરેક ઝોન પ્રમાણે વેપારીઓ સાથે પણ મુલાકાતો કરી રહ્યાં છે ત્યારે ગુજરાતના વેપારીઓ હવે વિમાસણમાં મુકાયા છે. એક તરફ ભાજપના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વેપારીઓને 8મી નવેમ્બરે મુલાકાત માટે દિલ્હી બોલાવ્યા છે. તો બીજી બાજુ રાહુલ ગાંધી આ દિવસે ગુજરાતની મુલાકાત દરમિયાન વેપારીઓ સાથે પણ ચર્ચાઓ કરવાના છે. વેટ કમિટીના ચેરમેન હેમંત દેસાઇ અન વેટ કન્સલ્ટન્ટ પૂનમ જોશી , સીએઆઇટી સૂરતના ચેરમેન પ્રમોદ ભગત સાથે સ્મૃતિ ઇરાનીની રજૂઆતે જશે. જ્યાર કોગ્રેંસ તરફથી ઔદ્યોગિક સમસ્યાઓ અંગે જાણકારીની માંગણી થશે તો ચેમ્બર તરફથી તે પણ પૂર્ણ કરાશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની રજૂઆત માટે કોઇ પણ તરફથી આમંત્રણ મળ્યુ નથી.રજૂઆતો બધાને જ કરવી છે.પરંતુ હવે સામે ચાલીને રજૂઆત કરીશું નહી.સમસ્યા પુછવામાં આવશે ત્યારે રજૂઆત કરીશું. કેટલા લૂમ્સ છે,કેટલી રોજગારી છે તે અંગે સ્મૃતિ ઇરાનીને જાણ નથી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ રીફંડ, ઓપનિંગ સ્ટોક ક્રેડિટ તથા જોબવર્ક પર જીએસટી દૂર કરવા અંગે રજુઆતો થઇ ચૂકી છે.હવે રાહુલ ગાંધીને ફોગવા તેમજ વિવિંગ ઇન્ડસ્ટ્રી તરફથી રજૂઆત કરાશે.