Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રઈસના પ્રમોશનના વાંકે વડોદરા રેલવે સ્ટેશન પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ

રઈસ
, બુધવાર, 12 એપ્રિલ 2017 (11:46 IST)
વડોદરા રેલવે સ્ટેશન પર બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન દ્વારા કરવામા આવેલા રઇસના પ્રમોશન વખતે સેલ્ફી અને ફોટો લેવાના ચક્કરમાં અફરાતફરી સર્જાઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. રઇસના આ લોહીયાળ પ્રમોશનના પડઘા હવે પડ્યા છે. રેલવે સ્ટેશન પર ફોટો પાડતા કે સેલ્ફી લેતાં પકડાયા તો કાર્યવાહી થશે. આ અંગે સત્તાવાર નોંધ આપતી ચેતવણી સ્ટેશન માસ્તરની ઓફિસમાં મુકવામાં આવી છે.

આગામી ટુંક સમયમાં સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી ચેતવણીમાં બોર્ડ લગાવવામાં આવશે.  વડોદરા રેલવે ડિવિઝન દ્વારા હવે રેલવેનો નિયમોનું કડક પાલન કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે એક બાજુ શાહરૂખ ખાનના રઇશ ફિલ્મના પ્રમોશન વખતે ભારે ભીડને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી બાજુ સોમવારે આવેલી પેસેન્જર એમીનીટી કમીટી દ્વારા સુવિધા અને સિક્યુરીટી અંગે અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. આજે રેલવે દ્વારા છબી સુધારવા માટે કવાયત હાથ ધરાઇ છે. જે મુજબ હવે રેલવે સ્ટેશન પર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો નિયમનો શાહરૂખ ખાનના પ્રમોશન પ્રોગ્રામ દિવસે અમલ કરવામાં આવ્યો હોત તો કદાચ અંધાધૂતી ન થાત.  સ્ટેશન મેનેજર એસ. કે. તિવારીએ જણાવ્યું હતું કે અમે તાજેતરમાં એક વ્યક્તિ વિરૂદ્ધ અંગે કાર્યવાહી કરી હતી. તો તેણે સ્ટેશન પર ક્યાં લખેલું છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેથી સૂચના મુકવી પડી છે. અંગે પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે. રેલવે સ્ટેશન ફોટો-વીડિયોગ્રાફી પર પ્રતિબંધની નોટિસ લગાવાઇ છે.રેલવે કર્મચારીઓના વર્તણુંક અંગે ટીમ દ્વારા મુસાફરને પુછતાં ઉદ્ધત વર્તન હોવાનુ જણાંવ્યું હતું. ત્યારે રેલવેએ કર્મચારીને ઇમર્જન્સી સિવાય સેલફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકયો છે.  રેલવે સ્ટેશન પર વિડિયો ગ્રાફી થઇ શકે નહીં કે ફોટા પણ પાડી શકાય નહીં. રિસ્ટ્રીકટેડ એરીયા છે. તે માટે રેલવે તંત્રની મંજુરી લેવી જરૂરી છે. અમે પ્રતિબંધના બોર્ડ પ્લેટફોર્મ પર પણ મૂકીશું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજાપુરમાં ચૂંટણી જીત્યાની ખુશીમાં કાઢેલા સરઘસમાં સરપંચને આવ્યો એટેક