વર્તમાન સમયે દેશમાં ગાયોના નામે રાજકારણ રમાઇ રહ્યું છે તેથી વિપરીત માંડવીના એક ગૌભક્ત પરિવારે છેલ્લા દોઢ દાયકાથી પોતાની ૩૦થી વધુ ગાયોનું દૂધ બજારમાં ક્યારેય વેંચ્યું નથી. ગાયોના નામ પણ સીતા, રાધા, બંસરી, ગોપી જેવાં રાખીને અનેરી ધાર્મિકતા દર્શાવતા કુટુંબે ગઇ કાલે પહેલી જૂને ઉજવાયેલા રાષ્ટ્રીય દૂધ દિન નિમિત્તે પરોક્ષ રીતે અનોખું યોગદાન આપ્યું છે રૂકમાવતી પુલ પાસે પોતાની માલિકીની કરોડોની જમીન ધરાવતા મગનલાલ સંઘવીએ દોઢ દાયકા પહેલાં પાંચ ગાયો વેચાતી લઇને આ સેવા યજ્ઞ આદર્યો હતો. આજે તેમની પાસે ૩૦થી વધુ ગાયો છે જેનું દૈનિક ૩૦ લિટર જેટલું દૂધ મળે છે પણ તેને બજારમાં વેચતા નથી. પરિવારના રાહુલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ગાયોને લીલો ચારો અને પૌષ્ટિક ખાણદાણ આપવાની સાથે નિયમિત રીતે પશુ ચિકિત્સક પાસે નિદાન કરાવાય છે