ગુજરાતમાં વન્ય વિસ્તાર ધીરે ધીરે ઘટતો જાય છે. વિકાસની દોડમાં વન્ય વિસ્તારમાં કોંક્રીટના જંગલો ઉભા થતા ગયા અને વન્ય પ્રાણીઓના રહેઠાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પાટણ જિલ્લામાં વન્ય વિસ્તાર ચિંતાજનક છે. પાટણ જિલ્લામાં માઇગ્રેટ થતા વન્ય પક્ષીઓ ૨૦૯૧૩૦ નોંધાયા છે.
ત્યારે પાટણ જિલ્લામાં વન્ય સૃષ્ટિ પર એક નજર નાખીએ તો વન્ય હિંસક પ્રાણીઓ પશુઓ, પક્ષીઓનું પ્રમાણ આ મુજબ છે. જેમાં વન્ય પક્ષીઓ માઈગ્રેટ થતા હોય તેવા ૨૦૯૧૩૦, ઘુડખર ૨૪૮, ચિંકારા, જરખ ગણ્યા ગાંઠયા, શિયાળ જેવા પ્રાણીઓ પણ જુજ બચ્યા છે. રોઝ, નીલગાયની સંખ્યા નોંધપાત્ર છે.
તો આજુબાજુના જિલ્લાના જંગલ વિસ્તારમાંથી એકલ દોકલ દીપડા પણ શિકારની શોધમાં આવી ચઢ્યા છે. ઘુડખર માટે ઉનાળામાં પીવાના પાણી માટે વાડીલાલ ડેમ સાઈટ અને કૃત્રિમ પોન્ડસ સાથે જળસ્ત્રોત ઉભા કરાયા છે. ધ્રાંગધ્રા વન્ય રેન્જ વિસ્તાર દ્વારા રણકાંઠામાં પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો જિલ્લામાં માઈગ્રેટ થઈને આવતા પક્ષીઓ જેવા કે યાયાવર, ફ્લેમીંગો , પેન પણ આવે છે. સાંતલપુર વિસ્તારમાં ચિંકારાની સંખ્યા જુજ બચી છે. તો જરખ જેવા પ્રાણી પણ ક્યાંક ક્યાંક નજરે પડે છે.
રણ વિસ્તારમાં સોઢા, ડેઝર્ટ લીઝા ડે નામની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. જોકે અગાઉ આ પ્રજાતિ માટે શિકાર પર પ્રતિબંધ હતો પણ ધીરે ધીરે લોકોની નાસમજ, મદારીઓ કે વન્ય વનસ્પતિ જીવની મેડીકલમાં ઉપયોગીતા આ બધાને લઈ આ ડેઝર્ટ બઝાર્ડ લુપ્ત થઈ છે. પાટણ જિલ્લામાં જલપ્લાવિત વિસ્તારોમાં તાલુકા પ્રમાણે જોઈએ તો ચાણસ્મામાં ખોરસમ, પાટણ તાલુકામાં ગામ તળાવો, સમી, હારીજ રેન્જમાં વાડીલાલ તળાવ, વાઘેલ ગામ, રાધનપુરમાં ગામ તળાવ, સાંતલપુરમાં પણ ડ્રાય એરીયા છતાં જ્યાં પાણીના સ્ત્રોત હોવાથી હારીજ તાલુકામાં તંબોળીયા, ઓઢવા, હારીજ, જાસ્કા, સિધ્ધપુરમાં ચેકડેમ અને ઉમરુ તળાવે પાણીના મુખ્ય સ્ત્રોત હોઈ અહીં પક્ષી તેમજ વન્ય પ્રાણીઓની ગણતરી કરેલ હતી. આ આંકડા ૨૦૧૨ ના છે અને હવે આગામી સમયમોં જ્યારે સેન્સ ગણતરી થશે ત્યારે આંકડામાં સુધારા વધારા આવી શકે છે.