આંતરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી અમદાવાદમાં થવાની છે જેની તૈયારીના ભાગરૂપે યોગગુરૂ બાબા રામદેવ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે. બાબા રામદેવે કહ્યું હતું કે, 'યોગ અને ઉદ્યોગથી દેશ અને દુનિયામાં અચ્છે દિન આવશે.' એરપોર્ટથી બાબા રામદેવ ગાંધીનગર સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતાં. બાબા રામદેવને જોતાં જ સીએમએ નમીને પ્રમાણ કર્યા હતા. પત્રકારો સાથે વાતચીત કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે, આજથી 25 વર્ષ પહેલાં સુરતમાંથી યોગનું આંદોલન શરૂ થયું હતું અને દેશની સૂરત બદલાઈ હતી. ગુજરાત મારી યોગની કર્મભૂમી છે. ત્યારે અહીં જ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે જેમાં પાંચ લાખ લોકો ભાગ લેશે અને વિશ્વ વિક્રમ સ્થાપશે. લોકો પૂછે છે અચ્છે દિન ક્યારે આવશે? હું કહું છે યોગ અને ઉદ્યોગથી એટલે કે આધ્યાત્મ અને આર્થિક પ્રગતિ એક સાથે થશે ત્યારે જ દેશ જ નહીં દુનિયાની પ્રગતિ થશે.