Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઈલનું સીમ કાર્ડ બ્લોક થઈ જશે તેવો મેસેજ કરીને અમદાવાદના સિનિયર સિટીઝનના બેંક ખાતામાંથી 17 લાખ ઉપાડ્યા

Withdrew Rs 17 lakh from Ahmedabad senior citizen's bank account by texting that mobile SIM card
, શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (16:10 IST)
જેમ જેમ બેંકિંગ સેવાઓ અને મોબાઈલ સેવાઓ આધુનિક બની રહી છે તેમ તેમ ઠગાઈના ગુનાઓ વધી રહ્યાં છે. શહેર હોય કે ગામ હોય હવે યુવાનોની સાથે વૃદ્ધો પણ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદમાં એક સિનિયર સિટિઝનને મેસેજ આવ્યો હતો કે, BSNLનું સિમ કાર્ડ બ્લોક થઈ જશે જેથી મેસેજમાં આપેલ નંબર પર ફોન કરવા જણાવ્યું હતું જેમાં ફોન કરતાં તેમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી તેમાં પાસવર્ડ નખાવી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ આરોપીએ તેમના ખાતામાંથી અલગ અલગ સમયે 17 લાખથી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા.સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા સિનિયર સિટિઝન નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ માંથી રીટાયર્ડ થયેલ છે અને નિવૃત્ત જીવન જીવે છે. ગત  31મી જાન્યુઆરીએ રાત્રે સાડા નવ વાગ્યે તેઓ મોબાઈલ જોતા હતાં. તેમાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી BSNL alert We will be blocked Your Bsnl Sim Please Call Customer Care તેવો મેસેજ આવ્યો હતો. આ મેસેજ જોયા બાદ મેસેજમાં આપેલ ફોન નંબર પર તેમણે ફોન કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેમને જણાવ્યું કે, તમારું સીમકાર્ડ ચાલુ રાખવું હોય તો હું જે લિંક મોકલું તેમાં દસ રૂપિયા ભરવા પડશે તેમ કહીને તેમના મોબાઈલમાં એક લિંક મોકલી હતી અને આ લીંક દ્વારા આરોપીએ કવિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ફરિયાદી વ્યક્તિએ તેમના એકાઉન્ટ નંબર તથા પાસવર્ડ નાખી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યારબાદ ફરીથી અડધા કલાક પછી અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, તમારા IDBI બેન્કના એકાઉન્ટની ડિટેલ આપો. સામે વાળી વ્યક્તિએ આવું કહેતાં જ ફરિયાદીને કંઈ અજુગતું લાગતાં સાયબર ફ્રોડ થઇ રહ્યું હોવાની શંકા જતા ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ 100 નંબર પર ફોન કરતાં ઉપરોક્ત હકીકતની જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ તેમના બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે કામ કરતા તેમના જમાઈને કરી હતી. ફરિયાદીના જમાઈએ મોબાઈલમા જોતા બેંક ઓફ બરોડાના એકાઉન્ટ માંથી 7 લાખ 46 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.જોકે ઘટનાના બે દિવસ બાદ બીજી ફેબ્રુઆરીએ બેંક ઓફ બરોડામાંથી ફોન આવેલ અને જણાવેલ તમારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી FD ઉપડી ગયેલ છે, જેથી ફરિયાદીએ બેંક ઓફ બરોડાની ઘાટલોડિયા બ્રાન્ચમાં જઇને તપાસ કરતા જાણવા મળેલ કે 9 લાખ 65 હજાર ઉપડી ગયેલ છે. આમ, ફરિયાદીના બેંક ઓફ બરોડાના બેંકના એકાઉન્ટમાંથી 7 લાખ 46 હજાર તેમજ બેંક ઓફ બરોડાના સેવિંગ એકાઉન્ટ માંથી રૂપિયા 9 લાખ 65 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આમ, કુલ 17 લાખ રૂપિયા ફરિયાદીના એકાઉન્ટ માંથી છેતરપીંડી કરીને ઉપડી ગયાં હતાં.  જેને લઈને સાયબર ક્રાઇમમાંથી ટિકિટ નંબર મેળવ્યા બાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના 8 મહાનગરોમાં હવે સ્કૂલ કોલેજ, સિનેમા, શોપિંગ મોલ્સ, હોટલ-રેસ્ટોરન્ટના બોર્ડ ગુજરાતીમાં રાખવા ફરજિયાત