Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ બદલાયુ જાણો ક્યાં ક્યાં હળવો વરસાદ પડ્યો

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (11:41 IST)
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે. સૌથી વધું કંડલા એરપોર્ટ અને સુરેન્દ્ર નગરમાં 43.8 ડિગ્રી ગરમીનું તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી અને ગાંધીનગરમાં ગરમીનું તાપમાન 43 ડિગ્રી રહ્યું છે. હાલ ચારેતરફ ગરમીનો માહોલ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. પારડી અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને બફારાથી આંશિક રાહત મળી તો છે, પણ બીજી તરફ વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે. તાપી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અતિશય ગરમીથી વાતાવરણમાં સામાન્ય રાહત મળતા લોકોને આંશિક રાહત મળી છે. સવારથી વરસાદી વાતાવરણને કારણે વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ આશા બંધાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments