Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારમાંથી અંદાજે 11900 જેટલા લોકોનું સ્થળાંતર, 270 લોકોનું રેસ્ક્યૂ કરાયું

gujarat flood rescue
, સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (14:04 IST)
gujarat flood rescue
ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી થઈ રહેલી મેઘમહેરને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં સિઝનનો 32 ઈંચ વરસાદ ખાબરતાં નદી નાળામાં જળસ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને જણાવ્યા પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું.હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયાને નિવેદન આપતાં કહ્યું હતું કે, બપોરે 4 વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો છે. વડોદરામાં એરફોર્સની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.ફૂડ પેકેટ અને શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ છે.

વડોદરા, નર્મદા અને ભરૂચમાં હજુ જળસ્તર વધુ છે. તે ઉપરાંત કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના બાદ આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે.ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંકલેશ્વરમાં નર્મદાના પાણી ફરી વળ્યાં, મકાનોમાં પહેલા માળ સુધી પાણી