ગુજરાતમાં મહિલાઓની ગરિમાની સાથે ચેડા કરતા એક વીડિયો સામે આવ્યુ છે . જ્યા મહિલા મેટરનિટી હોસ્પીટલમાં ચેકઅપ કરાવવા આવી હતી તેની મેડિકલ સારવારના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ અપલોડ કરી હોવાના સામે આવ્યુ છે.
આ વાઈરલ વીડિયો રાજકોટની 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું સામે આવ્યુ છે
રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં મહિલા સારવાર માટે આવી હતી આ મહિલાઓના સીસીટેવીએ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ જતા ખડભળાટ મચયો છે. વાયરલ થયેલા વીડિયોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહિલાઓના મેડિકલ ચેકઅપનો વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે.
જયારે પાયલ હોસ્પીટલના ડાક્ટરથી આ વિશે જવાબ માંગતા ડૉક્ટરનું અટ્ટ હાસ્ય આપતા
કેટલીક વાર પૂછતા હોસ્પીટલના ડાયરેક્ટરએ કહ્યુ અમારા સીસીટેવી હેક થઈ ગયા એમ લાગે છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં મહિલાના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, સિટી સ્કેન ચેકઅપના સીસીટીવી ફૂટેજના 5 હજારથી વધુ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થઈ જતા ખડભળાટ મચ્યો છે.