Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વાયુ વાવાઝોડુ આજે સાંજ સુધી કચ્છના નલિયા અને લખપત વચ્ચે ટકરાશે

વાયુ વાવાઝોડુ આજે સાંજ સુધી કચ્છના નલિયા અને લખપત વચ્ચે ટકરાશે
, સોમવાર, 17 જૂન 2019 (12:43 IST)
સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ વાવાઝોડુ આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપતના કાંઠા વચ્ચે ટકરાશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. તાજા અહેવાલ અનુસાર હાલ આ સિસ્ટમ ભુજથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ 550 કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિર છે. ત્યારે વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કાંઠાળ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું કે આજે સોમવારે આ સિસ્ટમ વહેલી સવારે યુ ટર્ન મારી કચ્છના કાંઠા તરફ ગતિ કરશે. મોડી સાંજ સુધી નલિયા આસપાસ લેન્ડફોલ કરી કાંઠે ટકરાયા બાદ ઉતર ગુજરાતનો કાંઠો પસાર કરી દક્ષિણ રાજસ્થાન પહોંચશે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ જશે. 45થી 65 કિ.મીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ 3થી 8 ઇંચ સુધી રહેવાની ધારણા છે.હાલ કચ્છમાં એનડીઆરએફની 3 ટીમ નલિયા, ગાંધીધામ અને માંડવીમાં તૈનાત છે. પવન સાથે ભારે વરસાદની આગાહી જોતાં ભુજ ખાતે એનડીઆરએફની વધુ 2 ટુકડીને સ્ટેન્ડ બાય રાખવા સાથે બીએસએફની 2 ટીમને પણ એલર્ટ પર રખાઇ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સતર્ક હોવાનો દાવો કરાયો છે.હમેશા પ્રવાસીઓથી ધમધમતા માંડવી બીચ હાલ વાયુ વાવાઝોડાના કારણે સુમસામ માહોલ ભાસી રહ્યો છે. તેમાં પણ રવિવારે વાયુ વાવાઝોડાના રિટર્નના પગલે કિનારે તેજ પવન સાથે સમુદ્રના પાણી આવી ચડ્યા હતા. બીચ પર પોલીસ પ્રવેશ બંધી હોવાથી લોકો જઈ શક્યા ન હતાં. આવી રીતે બે દિવસ સુધી બીચ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. જિલ્લાના કાંઠાના દરિયામાં આજ પ્રકારનો કરંટ જોવા મળવા સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાયુ રિટર્ન: આજે ગુજરાતના દરિયાકાંઠ ટકરાશે, તંત્રએ જાહેર કર્યુ એલર્ટ