Webdunia - Bharat's app for daily news and videos

Install App

દારૂબંધીનો કાયદો ગુજરાતમાંથી દૂર કરવા વડોદરાનું ગ્રુપ થયું એક્ટિવ, હેલ્પલાઇન નંબર જાહેરત કરતાં સતત રણકતી રહી ફોનની ઘંટડી

Webdunia
શુક્રવાર, 6 મે 2022 (12:14 IST)
Vadodara group became active to remove alcohol ban - ગુજરાતમાં હાલ દારૂબંધી ( alcohol ban છે પરંતુ ગુજરાતના નાનામાં નાના ગામડાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. ગુજરાતમાં કેટલાક લોકો દારૂબંધીના તરફેણમાં છે તો કેટલાક લોકો દારૂબંધી હટાવવાનો પક્ષ લઇ રહ્યા છે. ત્યારે વડોદરાના એક ગ્રુપ દ્રારા ગુજરાતમાં દારૂબંધી કરવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન સતત વ્યસ્ત રહી હતી કારણ કે એક જ દિવસમાં 1 હજારથી વધુ કોલ આવ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકોએ આ ગ્રુપમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 
 
હેલ્પ લાઈન પર સવારના 7 વાગ્યાથી સતત કોલ આવ્યા હતા.  અત્યારે ગ્રુપમાં સભ્યોની સંખ્યા વધી 33 હજારે પહોંચી છે. અમારા ગ્રૂપ દ્વારા ધારાશાસ્ત્રીઓની ટીમ તૈયાર કરાઈ છે. રાજ્યના જુદા જુદા ભાગો અને શહેરો જેમાં વલસાડ- વાપીથી માંડીને કચ્છ- ભૂજ સુધી તેમજ સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીથી પણ લોકોએ કોલ કરી આ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં રાજ્યના દરેક શહેરોમાં હેલ્પ લાઈન કાર્યરત કરાશે અને ભ્રષ્ટાચારને રોકાશે.
 
આ ગ્રુપને ચલાવતા રાજીવ પટેલે કહ્યું હતું કે દારૂબંધીના કારણે રાજ્ય સરકારને આબકારી વેરાની કરોડોની ખોટ જાય છે અને ડુપ્લીકેટ અને ભેળસેળયુક્ત દારૂ લોકો પીતા હોવાથી બિમાર પડે છે અને લઠ્ઠાકાંડના બનાવો બનતા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં દારૂબંધી હોવાથી અબજો રૂપિયા ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. દારૂબંધીથી પર્યટન-હોટેલ ઉદ્યોગને કરોડોનું નુકસાન છે. ગુજરાતમાં દારૂબંધી ખોટી રીતે થોપી દેવામાં આવી છે.  બંધારણે નાગરિકને આપેલા હક્કોનું હનન થઈ રહ્યું છે. દારૂ પીધેલી હાલતમાં જો કોઇ વ્યક્તિ પકડાઇ છે ત્યારે પોલીસ મસમોટી રકમ વસૂલે છે. ત્યારે આવા સમયે અમારું ગ્રુપ તેની મ્દદ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કાર ચાલકે MBA વિદ્યાર્થીને માર્યો; ગુનેગારની શોધ ચાલુ છે

સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂરા થયા, 200 રૂપિયાનો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો

વડોદરાની રિફાઈનરીમાં જોરદાર બ્લાસ્ટ, અનેક કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગુબ્બાર

દલિતોના મંદિરમાં પ્રવેશથી ગ્રામજનો રોષે ભરાયા, મૂર્તિઓ બહાર રાખી, કર્ણાટક ગામમાં તણાવ

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

આગળનો લેખ
Show comments