Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત, 4ના મોત

વડોદરા
, શનિવાર, 2 જૂન 2018 (12:33 IST)
નેશનલ હાઈવે 8 પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી ખાતે મુંબઈના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા જ્યારે 2 વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.અહેવાલ અનુસાર પુરપાટ વેગે આવતી લાલ કલરની બલેનો કાર નેશનલ હાઈવે 8 પર આજે શનિવારના રોજ સવારના સમયે ટ્રકની પાછળ અથડાઈ હતી.
વડોદરા

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં બેઠેલા મુંબઈના પરિવારના ચાર સભ્યોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી.ઈજા પામેલા વય્ક્તિઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક્સિડેન્ટના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કાર અને ટ્રક બંને મહારાષ્ટ્ર પાસિંગ ધરાવે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિંગાપુર - મોદીએ મહાત્મા ગાંધીની તખ્તીનુ અનાવરણ કર્યુ, 70 વર્ષ પહેલા વિસર્જિત થઈ હતી બાપુની અસ્થિયો