Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દર મહિને 8.5 કરોડ વેક્સીનનુ ઉત્પાદન, પછી સેંટર પર કેમ લાગી રહ્યા છે તાળા ? ક્યા ગાયબ થઈ રહી છે વેક્સીન ? કેન્દ્રએ આપ્યો જવાબ

દર મહિને 8.5 કરોડ વેક્સીનનુ ઉત્પાદન, પછી સેંટર પર કેમ લાગી રહ્યા છે તાળા ? ક્યા ગાયબ થઈ રહી છે વેક્સીન ? કેન્દ્રએ આપ્યો જવાબ
, મંગળવાર, 25 મે 2021 (19:58 IST)
દેશમાં કોરોના વૈક્સીનની કમીને કારને અનેક સ્થાન પર વેક્સીનેશન અભિયાન રોકાય  ગયુ છે. રાજ્ય સરકાર ટીકાની ડિમાંડ કરી રહી છે. જો કે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લગ અગ્રવાલે સોમવારે ભારતમાં વેક્સીન ઉત્પાદન અને ઉપલબ્ધતા વચ્ચે અંતર વિશે પુછતા કહ્યુ કે ઉત્પાદિત બધા ટીકા વિતરણ માટે ઉપલબ્ધ નથી. 
 
ઉત્પાદન અને આપૂર્તિમાં અંતરને બતાવતા લવ અગ્રવાલે કહ્યુ , અમે તેને બે રીતે સમજવાની જરૂર છે. પહેલા ઉત્પાદન વિશે અને પછી ગ્રાઉંડ પર રસીની ઉપલબ્ધતા વઇશે. જો 6.5 કરોડ કોવિશીલ્ડ અને 1.5 કરોડ કોવેક્સિનનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે તો એક મહિનામાં જો કુલ 8 કરોડ ટીકાનુ ઉત્પાદન થઈ રહ્યુ છે તો આ તરત ઉપલબ્ધ નથી. 
 
લવ અગ્રવાલે કહ્યુ વેક્સીનનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં પ્રક્રિયાઓ હોય છે.  અનેક પ્રકારની વાતોનુ ધ્યાન રાખવુ પડે છે.  જેમા લગભગ એક અઠવાડિયાનો સમય લગે છે. પછી વેક્સીનને બેચોમાં વહેચવામાં આવે છે. આ બેચોને પછી બેચ ચકાસણી માટે હિમાચલ પ્રદેશના કસૌલી સ્થિત કેન્દ્રીય ઔષધિ પ્રયોગશાળા (સીડીએલ)માં મોકલવામાં આવે છે, પછી આપૂર્તિ કરવામાં આવે છે. 
 
લવ અગ્રવાલે કહ્યુ, ઉત્પાદિત વેક્સીન ને પોતાના રાજ્ય સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 8-10 દિવસ લાગે છે. લાસ્ટ માઈલ સેંટરમાં વેક્સીનની સારો સ્ટોક હોવાની ચોખવત કરવાની જવાબદારી રાજ્યોની પણ છે. જો કે કેન્દ્ર સરકારની નવી વેક્સીન નીતિના આવ્યા બાદ સરકારો વચ્ચે વેક્સીનને લઈને મારામારી મચી ગઈ છે, રસી મળી નથી રહી. 
 
કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટને સોપવામાં આવેલા એક સોગંધનામામા જણાવ્યુ કે દર મહિને કોવિશિલ્ડની 6.5 કરોડ અને કોવેક્સીનની 2 કરોડ રસીનુ ઉત્પાદન થઈ રહ્યુ છે, મતલબ દર મહિને 8.5 કરોડ વેક્સીનની ડોઝ. જોકે CoWIN પર રસીકરણના આંકડા બતાવે છે કે મે ના પહેલા ત્રણ અઠવાડિયામાં લગભગ 3.4 કરોડ ડોઝ લગાવાઈ અને આ સતત ઘટી રહી છે. 
 
ઉત્પાદન અને ટીકાકરણની વચ્ચે અનુમાનિત અંતર લગભગ 3 કરોડ પ્રતિ મહિના કે 9.7 લાખ ખોરાક પ્રતિ દિન છે.  આ દરમિયાન સીરમે કહ્યુ કે અમે દર મહિને લગભગ 6-6.5 કરોડ વેક્સીનનુ ઉત્પાદન કરી રહ્યા છે. કેન્દ્રને 50%, રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50% સ્ટોક આપવામાં આવી રહ્યો છે.  સૂત્રોએ એ પણ કહ્યુ કે હાલ કોઈ ડોઝ વિદેશ નથી મોકલવામાં આવી રહ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગરમાં સિહોર નજીક માતાએ જ કુમળી વયના બાળકોને પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા