Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી ના થાય તે માટે પોલીસકર્મીઓ દૂરબીનથી વોચ રાખશે, 20 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે

ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી ના થાય તે માટે પોલીસકર્મીઓ દૂરબીનથી વોચ રાખશે, 20 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે
, મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (16:28 IST)
ઉત્તરાયણનો તહેવાર કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈનના પાલન સાથે લોકો ઉજવે તેને લઈ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરાયણના તહેવાર પર દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબા પોઇન્ટ મુકવા આવશે. પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 20 જેટલા ડ્રોનની મદદથી સંવેદનશીલ એવા વિસ્તારોમાં પણ વોચ રાખવામાં આવશે. ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ અંગે બહાર પાડવામાં આવેલા સરકારના જાહેરનામા મુજબ કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર પતંગ ચગાવવા એકત્રીત ન થાય તે અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલીંગ/બંદોબસ્ત રાખવો. ઉત્તરાયણના તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય તેમજ પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે ઉજવાય જેમાં માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ફલેટ કે ધાબા-અગાશી ઉપર એકત્રીત ન થાય અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું ફરજીયાતપણે પાલન કરે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં તહેવારમાં પોલીસનો બંદોબસ્ત રહેશે. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેવા કોઇપણ લખાણો કે ચિત્રો પતંગ ઉપર ન દોરે તેમજ ધાબાઓ ઉપર લાઉડ સ્પીકર કે ડીજે મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ ન થાય તે અંગે પુરતી તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ તથા NGTની સુચના અન્યવે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુકકલ, માંજા, પ્લાસ્ટીકની દોરી વિગેરે પર પ્રતિબંધ હોય, પતંગ તેમજ માંજાના વેચાણ સ્થળો ઉપર ભીડ ન થાય તે પુરતો બંદોબસ્ત રાખવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક જ દિવસમાં 13% વધી ગયા ટાટા મોટર્સના શેયર, જાણો કારણ..