Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉમેશ પાલ હત્યા કેસમાં UP પોલીસ ફરી લેવા અમદાવાદ પહોંચી, અતિક અહેમદને લઈને રવાના થશે

Umesh Pal murder case
, મંગળવાર, 11 એપ્રિલ 2023 (14:17 IST)
ગેંગસ્ટર અતિક અહેમદને ઉમેશ પાલના હત્યા કેસમાં ફરી લેવા માટે ઉત્તરપ્રદેશથી પોલીસ આવી છે. સાબરમતી જેલ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. થોડીવારમાં જ સાબરમતી જેલમાં 200 નંબરની બેરેકમાં રહેલા અતિકને બહાર લાવવામાં આવશે અને બાય રોડ યુપી પોલીસ તેને લઈ જશે. પ્રયાગરાજ અતિક અહેમદને લઈ જવામાં આવશે.

ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ પ્રયાગરાજ પોલીસ કેસમાં સુનવણી માટે લઈ ગઈ હતી, જ્યાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ સાબરમતી જેલમાં અતીકને ફરીથી લાવવામાં આવ્યો હતો. સજા ફટકારતા જેલમાં અતીકની જગ્યા પણ બદલવામાં આવી હતી. અતીક અહેમદમને હાઇસિક્યુરિટી ઝોનની બેરેક નંબર 200માં ખસેડવામાં આવ્યો હતો. જો કે, માત્ર જગ્યા જ બદલવામાં આવી છે, પરંતુ અતીકની સુરક્ષા યથાવત જ રાખવામાં આવી હતી. આજે ઉમેશ પાલ હત્યા કેસમાં ફરી અતીકને લેવા યુપી પોલીસ અમદાવાદ આવી છે.થોડા દિવસ અગાઉ ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ પોલીસે અપહરણ કેસમાં સુનવણી હોવાથી સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ ગઈ હતી. એમપી એમએલએ કોર્ટમાં અતીકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અતીકને સજા મળતા ફરીથી સાબરમતી જેલમાં જ લાવવામાં આવ્યો હતો. અગાઉ કાચા કામનો કેદી હતો પરંતુ હવે પાકા કામનો કેદી હોવાથી તેની જેલમાં જગ્યા બદલવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદાના પાણી ઉપર ચાલવાનો VIDEO