Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં કમોસમી વરસાદને આગાહી

Webdunia
સોમવાર, 7 નવેમ્બર 2022 (09:18 IST)
દેશના અનેક રાજ્યોમાં ઋતુમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે દક્ષિણના રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણથી લોકો પરેશાન છે.
 
પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. વેસ્ટર્ન હિમાલય પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હળવી હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે આ વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં ટૂંક સમયમાં જ પર્વતો પર હિમવર્ષા અને વરસાદ જોવા મળશે. આ વિસ્તારોમાં 8 થી 9 નવેમ્બર દરમિયાન ઠંડા હવામાનની આશા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, ઓડિશા સહિત દેશના ઘણા રાજ્યોમાં ઠંડી ટૂંક સમયમાં દસ્તક આપી રહી છે.
 
તો બીજી તરફ, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, પુડુચેરી, કરાઈકલ સહિત દેશના ઘણા ભાગોમાં આજે ઉત્તર-પૂર્વ ચોમાસાની સંભાવના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments