Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CCTV વગરના ગોડાઉનમાંથી 31 નવા ટુ-વ્હીલરની ચોરી: 4 મહિના પછી સ્ટોક ગણતરીમાં 30 એક્ટિવા અને 1 બાઈક ઓછી નીકળતા ચકચાર

Two-Wheeler Theft
Two-Wheeler Theft
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી લાખોની કિંમતના વાહનોની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના ગોડાઉન મેનેજર ધર્મપાલ ચૌહાણે આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી કરવામાં આવી, ત્યારે 23.25 લાખની કિંમતના કુલ 31 વાહનો ઓછા હોવાનું માલૂમ પડતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
 

31 ટુ-વ્હીલરની રહસ્યમય ચોરી

 
ફરિયાદ મુજબ, જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના માત્ર ચાર મહિનાના ગાળામાં કોઈ અજાણ્યો શખસ તબક્કાવાર રીતે વાહનો ચોરી કરી ગયો હતો. સ્ટોક રજિસ્ટરની તપાસ કરતા જાણવા મળ્યું કે કુલ 30 એક્ટિવા અને 1 બાઈક ગાયબ છે. ગોડાઉન મેનેજરે આ અંગે શો-રૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

સ્ટોક ગણતરીમાં ભાંડો ફૂટ્યો

નવા નરોડામાં શેલ્બી હોસ્પિટલ પાછળ આવેલા આ ગોડાઉનમાં અંદાજે 1200 વાહનોનો સ્ટોક રાખવામાં આવે છે. 1 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે છેલ્લે ગણતરી થઈ ત્યારે તમામ વાહનો હાજર હતા. જોકે, ત્રણ મહિના બાદ ફરીથી ગણતરી કરતા મોટી સંખ્યામાં વાહનો ખૂટતા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાએ ગોડાઉનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સીસીટીવીનો અભાવ અને પોલીસ તપાસ

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે ગોડાઉનમાં કરોડોનો માલ સામાન રહે છે ત્યાં એક પણ સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ત્યારે આ વાહનો ગોડાઉનમાંથી ચોરાયા છે કે શો-રૂમમાંથી, તે હજુ રહસ્ય છે. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધીને કર્મચારીઓની પૂછપરછ સહિત વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SRH vs DC: કોણ છે દિલ્હી કૈપિટલ્સની હારનો સૌથી મોટો વિલન, જેણે જીતેલી મેચ હરાવી દીધી