Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં કાલુપુર સ્ટેશને બ્લાસ્ટનો આરોપી અને ગુજરાતમાં 108 કિલો ચરસ મોકલનાર લશ્કર-એ-તૈયબાના બે આતંકી કાશ્મીરથી ઝડપાયા

ગુજરાત ATSને મોટી સફળતા

અમદાવાદમાં કાલુપુર સ્ટેશને બ્લાસ્ટનો આરોપી અને ગુજરાતમાં 108 કિલો ચરસ મોકલનાર લશ્કર-એ-તૈયબાના બે આતંકી કાશ્મીરથી ઝડપાયા
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (20:29 IST)
અમદાવાદમાં કાલુપુર સ્ટેશને બ્લાસ્ટનો આરોપી અને ગુજરાતમાં 108 કિલો ચરસ મોકલનાર લશ્કર-એ-તૈયબાના બે આતંકી કાશ્મીરથી ઝડપાયા
 
-2006માં કાલુપુર સ્ટેશન બ્લાસ્ટના જેહાદી ષડયંત્રમાં સામેલ બિલાલ અસ્લમ કાશ્મીરી 15 વર્ષથી ફરાર હતો
-108 કિલો ચરસનો જથ્થો ગુજરાત મોકલનાર મોહંમદ હુસૈનને પણ એટીએસની ટીમે દબોચી લીધો 
-આતંકી આરોપી છોકરાઓને લાલચ આપી હથિયારો અને બ્લાસ્ટની ટ્રેનિંગ માટે POK મોકલતા
 
ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી છે. કશ્મીરમાં છુપાયેલા લશ્કરે-એ-તૈયબાના સક્રિય આતંકીને ઝડપી લીધા છે. આતંકીએ અત્યાર સુધી ગુજરાતમાંથી 15 જેટલા યુવનોને POKમાં ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. વર્ષ 2006માં કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટને લગતા જેહાદી ષડયંત્રમાં આરોપી ફરાર હતો જેને કશ્મીરના બારામુલાથી પકડ્યો હતો. જ્યારે 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં મોકલવા માટે જવાબદાર આરોપીને પણ અનંતનાગથી પકડવામાં આવ્યો છે.
 
પંદર વર્ષથી ફરાર બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી. બે આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદ બ્લાસ્ટનો છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે. ગુજરાત ATS દ્વારા કાલુપુર બ્લાસ્ટ કેસના ફરાર આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરીની કાશ્મીરના બારામુલ્લાથી ધરપકડ કરાઈ છે. 
 
15 વર્ષથી બિલાલ અસ્લમ કાશ્મીરી વોન્ટેડ હતો
વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પાસે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં બિલાલ અસ્લમ કાશ્મીરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ હતો. જેની આજે કાશ્મીરના બારામુલ્લા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. બિલાલ અસ્લમે પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે, બ્લાસ્ટ પહેલા આતંકવાદીઓને કેરળના મદરેસામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે બાદ હવે સુરક્ષા એજન્સીઓએ આ દિશામાં તપાસ હાથ ધરી છે. 
 
મહિના અગાઉ બાંગ્લાદેશ બોર્ડર નજીકથી અબ્દુલ ગાઝી પકડાયો
નોંધનીય છે કે, એક મહિના અગાઉ જ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 19 ફેબ્રુઆરી, 2006માં થયેલા બ્લાસ્ટ કેસના એક આરોપી અબ્દુલ રઝાક ગાઝીની પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી બાંગ્લાદેશ બોર્ડર નજીક બસીરહાટથી ધરપકડ કરવામાં આવી હતી. અબ્દુલ ગાઝીએ બ્લાસ્ટના મુખ્ય આરોપી બિલાલ અસ્લમ કાશ્મીરી અને મહમદ ઈલિયાસ સમર મેનનને પોતાના ત્યાં આશરો આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે કાશ્મીરથી ગુજરાતમાં ચરશનો જથ્થો મોકલનાર વોન્ટેડ આરોપી મોહંમદ હુસૈન ઉર્ફે હુસેન અલીને પણ એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. આ બંન્ને આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. જો કે આ પુછપરછ પછી કેટલાક ખુલ્લાસાઓ પણ સામે આવી તેવી સંભાવના દેખાઈ રહી છે.  
 
યુવાનોને ટ્રેનીંગ માટે પીઓકે તથા પાકિસ્તાન મોકલતા
બિલાલ અસ્લમ મુસ્લીમ યુવાનોનું બ્રેઈન વોશ કરી પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સીના નેટવર્કનો ઉપયોગ કરી યુવાનોને ભારત વિરુદ્ધ લડવા તૈયાર કરવાનું કાવતરું ઘડ્યું તથા ગુજરાતના કોમી રમખાણોનો બદલો લેવા માટે ગુજરાતમાં તથા બહારના રાજ્યોમાં આતંકવાદી કૃત્યો કરવા માટે હથિયારો ચલાવવાની તથા બોમ્બ બ્લાસ્ટ કરવાની ટ્રેનીંગ માટે પીઓકે તથા પાકિસ્તાન ખાતે મોકલી આપતો હતો. જો કે આ કેસમાં અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વધુ એક આરોપી ઝડપાયો છે. તેની પણ સઘન પુછપરછ ચાલી રહી છે.
 
કેવી રીતે મુસ્લિમ વિદ્યાર્થીઓનું માઈન્ડ વોશ કરતા?
આરોપી બિલાલ અસ્લમ 2006માં ભરૂચના મદરેસામાં ભણતો હતો એ સમયે આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ અને આતંકી પ્રવૃત્તિ માટે ફાળો ઉઘરાવી ભરૂચમાં મદરેસામાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણના બહાના હેઠળ પોતાની વાકછટાથી અને ધાર્મિક કટ્ટરતાથી કાશ્મીરમાં મુસ્લિમો બાબતે ભ્રમ ફેલાવી વાતો કરી બીજા અન્ય વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવતો અને ગરીબ અને જરૂરિયાતમંદ મુસ્લિમ છોકરાઓને લાલચ આપીને અમારી સાથે જોડાવો અને આવો તો તમને જન્નતમાં સારું ઘર, હુર અને અનંત સુવિધાઓ મળશે તેમ કહીને મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશ કરી પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સીના નેટવર્કનો ઉપયોગ કરી યુવાનોને ભારત વિરુદ્ધ લડવા તૈયાર કરવાનું કાવતરું ઘડતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, રાજુ ભટ્ટે પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતુ