Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિલાના પેટમાં 47 કિલોની ગાંઠ, 4 કલાકની સર્જરી કરવામાં આવી

મહિલાના પેટમાં 47 કિલોની ગાંઠ,  4 કલાકની સર્જરી કરવામાં આવી
, મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (12:44 IST)
શહેરની એક કોર્પોરેટ હોસ્પિટલના ડોકટરોની ટીમે 4 કલાકની સર્જરી કરીને 56 વર્ષીય મહિલાના પેટમાંથી કોળા જેટલી મોટી 47 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 7 કિલો ચરબી પણ દૂર કરવામાં આવી છે. આ સર્જરી પછી મહિલાનું વજન 49 કિલો થયું છે. ગાંઠને લીધે કિડની, હૃદય અને ફેફસાં પર દબાણ આવતું હોવાથી સર્જરીમાં નાની ભૂલથી વધુ રક્તસ્ત્રાવ થતાં ઓપરેશન ટેબલ પર મહિલાનું મોત થવાની શક્યતા હતી

દાહોદમાં રહેતી મહિલાના પુત્ર જણાવે છે કે, મારી માતાને 2004થી પેટમાં ગાંઠ હતી. 2005માં ગોધરામાં સર્જરી કરાવાઈ હતી પરંતુ ગાંઠ શરીરના અંગો સાથે જોડાયેલી હોવાથી મોત થવાની શક્યતા હોવાનું જણાવીને પૂરી સર્જરી કરાઈ ન હતી. ત્યારથી અત્યાર સુધી મારી માતાને પેટમાં કોઇ દુખાવો ન હતો, પણ વજન સતત વધતા પથારીવશ હતા
 
મહિલાના  માતા પાછલા 18 વર્ષથી આ ટ્યુમર સાથે જીવતા હતા. શરુઆતમાં ટ્યુમરની સાઈઝ આટલી મોટી નહોતી. જ્યારે તમના શરીરમાં પેઢાના ભાગ પાસે વધારે પડતું વજન વધવા લાગ્યું ત્યારે અમને લાગ્યું કે ગેસને લગતી કોઈ સમસ્યાને કારણે આમ થતું હશે. પહેલા તેમણે આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી. વર્ષ 2004માં જ્યારે સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે ગાંઠની વાત સામે આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાકાળમાં થયેલા લર્નિંગ લોસ દૂર કરવા રાજ્ય સરકાર બનાવશે એક્શન પ્લાન