Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં IPS અધિકારીઓની બદલી, SP અને DYSP કક્ષાના અધિકારીઓને પ્રમોશન સાથે બદલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં IPS અધિકારીઓની બદલી, SP અને DYSP કક્ષાના અધિકારીઓને પ્રમોશન સાથે બદલી
, શનિવાર, 2 એપ્રિલ 2022 (16:30 IST)
ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં મહત્વની બદલીઓ આવવાની હતી જે વિધાનસભા સત્ર પૂર્ણ થતા આવી ગઇ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી હોય તેમ જોવા મળી રહ્યું છે .આજે થયેલી બદલીઓમાં 57 આઇપીએસની બદલી જ્યારે 20ની બઢતી થઈ છે. જેમાં 9 DYSP જેમણે વેઈટિંગ ફોર પોસ્ટીગ હતાં તેમની બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ બદલીઓ થઈ છે. આ સાથે રાજ્યમાં કડક છબી ધરાવતા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરતા કેટલાક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
અમદાવાદના 6 ઝોનના ડીસીપીની બદલી થઈ છે. જેમાં ઝોન 1 ડીસીપી રવિન્દ્ર પટેલની ભાવનગર SP તરીકે બદલી થઇ છે. ઝોન 1 DCP તરીકે ડો.લવીના સિંહને મુકવામા આવ્યા છે. ઝોન 2 DCP વિજયકુમાર પટેલની બદલી પાટણ SP તરીકે કરવામાં આવી છે અને ઝોન 2 DCP તરીકે જયદીપસિંહ જાડેજાને મુકવામા આવ્યા છે. ઝોન 3 DCP તરીકે સુશીલ અગ્રવાલને મુકવામા આવ્યા છે. ઝોન 4 DCP રાજેશ ગઢિયાને ખેડા SP તરીકે મુકવામા આવ્યા છે. તેમની જગ્યાએ ઝોન 4 DCP તરીકે અમદાવાદ SOG ડીસીપી મુકેશ પટેલને મુકવામા આવ્યા છે. ઝોન 5 DCP અચલ ત્યાગીને મહેસાણા SP તરીકે મુકાયા છે અને ઝોન 5 DCP તરીકે બળદેવ દેસાઈને મુકવામા આવ્યા છે. ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુને જામનગર SP તરીકે મુકાયા છે અને તેમની જગ્યાએ ભગીરથસિંહ જાડેજાને ઝોન 7 DCP તરીકે મુકવામા આવ્યા છે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે મુકવામા આવ્યા છે.
 
રાજ્યમાં બદલીઓ કરવામાં આવી છે તેમાં DYSPમાંથી પ્રમોશન મેળવી અને SP બનેલા અધિકારીઓ જેમનું પોસ્ટીગ બાકી હતું તેમનું પણ આજે પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે. અમિતા વાનાણીને સુરત શહેર ટ્રાફિક ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. રાજદીપસિંહ નકુમને સુરત શહેર એસ.ઓ.જી ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. ભરત રાઠોડને ગાંધીનગર ઇન્ટેલિજન્સ એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. પ્રફુલ વાણિયાને ગોંડલ એસઆરપીએફના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. રાજેશ પરમારને વડોદરા વેસ્ટન રેલ્વે એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. કલ્પેશ ચાવડાને ભરૂચ એસઆરપીએફ કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. હરેશ મેવાડાને સુરત શહેર ઇન્ટેલિજન્સ એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. જુલી કોઠિયાને વડોદરા ઝોન 1 ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. તેજલ પટેલને ગોધરા એસઆરપીએફ કમાન્ડન્ટ તરીકે મુકાયા છે. 
 
કોમલ વ્યાસને નડિયાદ એસઆરપીએફ કમાન્ડન્ટ તરીકે મુકાયા છે. મંજીતા વણઝારા અને અમદાવાદ SRPF ગ્રુપ 2 ના કમાન્ડન્ટ તરીકે મુકાયા છે. અર્પિતા પટેલ ને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ 2 ગાંધીનગરના એસપી તરીકે મુકાયા છે. રૂપલ સોલંકીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. ભારતી પંડ્યાને ગાંધીનગર ડીસીપી 2 તરીકે મૂકવામાં આવ્યા છે. શ્રુતિ મહેતાને સીઆઇડી ક્રાઇમ (ઇન્ટેલિજન્સ) ગાંધીનગરના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. નીતા દેસાઈને અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી તરીકે મુકાયા છે. શ્રેયા પરમારને અમદાવાદ જિલ્લાના વિરમગામ એસઆરપી ગૃપ- 20ના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. ડો. કાનન દેસાઇને અમદાવાદ શહેરના હેડ ક્વાર્ટર ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યોતિ પટેલ ને ગાંધીનગર ટેકનિકલ વિભાગના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. ભક્તિ ઠાકરને અમદાવાદ શહેર ટ્રાફિક (એડમીન) ડીસીપી તરીકે મુકાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જલાલપોરની શાળાના ધો.7ના વ્હોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે એડલ્ટ વીડિયો અપલોડ કરતાં વાલીઓમાં રોષ