Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની કાપોદ્રા શાકભાજી માર્કેટમાંથી 150 કિલો ટામેટાની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

tometo stolen
, સોમવાર, 10 જુલાઈ 2023 (17:08 IST)
tometo stolen
શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ત્રણ દિવસ પહેલા મોટા વરાછા વિસ્તારમાંથી બટેકાની ચોરી થયા બાદ હવે ટામેટાની પણ ચોરીની ઘટના સામે આવી છે.બજારમાં ટામેટાના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે.

કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુના ટામેટા ની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કેટમાંથી ટામેટાની ચોરી સીસીટીવી માં કેદ થઈ છે.પોલીસે હાલ તો આ બાબતે સીસીટીવી ને આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ એક પછી એક જે રીતે શાકભાજીની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે પોલીસે હવે શાકભાજી ચોરોને શોધવાના દિવસો આવી ગયા છે.

હાલ બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે ચોરો પણ કિંમતી ચીજ વસ્તુ નહીં પરંતુ જીવન જરૂરિયાતની ગણાતી શાકભાજીની ચોરી કરવા માંડ્યા છે. શહેરના પોલીસ ચોપડે શાકભાજી ચોરી થવાની ફરિયાદ નોંધાઇ રહી છે.સુરતમાં ત્રણ દિવસ પહેલા જ મોટા વરાછા વિસ્તારમાંથી 17 કટ્ટા બટાકાની ચોરીની ફરિયાદ ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યાં કાપોદ્રા વિસ્તારમાંથી વધુ એક શાકભાજી ની ચોરીની ઘટના સામે આવી છે.

જેમાં 200કિલોને પાર પહોંચેલા ટામેટાની ચોરીની ઘટના બની છે.સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રિંગણ અને લસણની ચોરી થયાની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થઈ છે. વેપારી રાત્રે તમામ સામાન બાંધીને ગયા બાદ સવારે આવ્યો તો ટામેટાંની ૩ ગુણની ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે. કાપોદ્રા ની શાક માર્કેટ માંથી ટમેટા સહિતના શાકભાજીની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેર થઈ ગઈ હતી. વેપારીને સવારે શાકભાજીની ચોરી થયા હોવાની જાણ થતા શાક માર્કેટમાં લગાવેલા સીસીટીવી ની તપાસ કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો.માર્કેટ માંથી ચોરે વેપારીના 150 કિલોથી વધુના ટામેટા ચોરી ગયો હતો.એટલું જ નહિ ટામેટા બાદ રીંગણ અને લસણ પણ ચોરી કરી ગયો હતો.ત્યારે આ બાબતે વેપારીઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.

વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે સીસીટીવી ના આધારે આરોપીને પકડવા ટીમો કામે લગાવી છે અને વેપારીઓની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્સનો દર્દી સાથે હતુ અફેયર કારમાં ઈંટીમેટ્ના દરમિયાન થઈ દર્દીની મોત