Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે ગાંધીનગરમાં બે અંડરપાસના કામ ટૂંક સમયમા શરૂ કરાશે, સમય અને ઇંધણની થશે બચત

ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે ગાંધીનગરમાં બે અંડરપાસના કામ ટૂંક સમયમા શરૂ કરાશે, સમય અને ઇંધણની થશે બચત
, ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:55 IST)
રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ ને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે મંજૂરી આપવામા આવી છે. 
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, રાજયના પાટનગર ગાંધીનગરનો આ "ચ" રોડ એ વિધાનસભા ,સચિવાલય, એસ.ટી.બસ સ્ટેન્ડ અને સીવિલ હોસ્પિટલ ગાંધીનગર તરફ જવા માટેનો મહત્વનો રોડ છે તેમજ સચિવાલય માટે આવતા નાગરિકો તથા કર્મચારીઓની અવર જવર સમયે ખૂબ જ ટ્રાફિકનુ ભારણ રહેતુ હોઈ ટ્રાફીકનુ ભારણ ઘટાડવા માટે આ બંન્ને જંકશન પર અંડરપાસની જરૂરિયાત હોઈ આ નિર્ણય કરાયો છે 
 
તેમણે ઉમેર્યુ કે,આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે, જેના કામો ટુક સમયમા શરૂ કરાશે.  
 
તેમણે ઉમેર્યુ કે, રૂ.૭૨.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બંને અંડરપાસ ૪૫૦ મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રીજ ૧૦૦ મીટર તથા ૧૨૦૦ મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. ઉપરાંત ૨ કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈધણની પણ બચત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના ૧૧ જિલ્લાઓમા ૧૧ ડે કેર પંચકર્મ સેન્ટર મંજુર, રાજયના પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ