Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બીજી વખત ટ્રાફિક જામ, તરસાલી પાસે કન્ટેનર પાછળ બોલેરો ઘૂસી ગઈ

Traffic jam on Ahmedabad-Mumbai National Highway for the second time
, બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (12:20 IST)
Traffic jam on Ahmedabad-Mumbai National Highway for the second time
-  વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 કિમીનો ટ્રાફિકજામ થયો
- તરસાલી-જામ્બુવા બ્રિજ વચ્ચે કન્ટેનર પાછળ બોલેરો પીકઅપ ઘૂસી જતા  ભારે  ટ્રાફિકજામ
- ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને ગાડીને હાઈવે પરથી હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો
 


અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિકજામ થવાની ઘટના વારંવાર બની રહી છે. અઠવાડિયા પહેલા જ વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 કિમીનો ટ્રાફિકજામ થયો હતો. ત્યારે આજે ફરી વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ વડોદરા નજીક જ તરસાલી-જામ્બુવા બ્રિજ વચ્ચે કન્ટેનર પાછળ બોલેરો પીકઅપ ઘૂસી જતા 5 કિમીનો ભારે ટ્રાફિકજામ થયો હતો.

વાહનોની લાંબી લાઈન લાગતા લોકો નેશનલ હાઈવે પર કલાકો સુધી ફસાયા હતા. જોકે, હાલ ટ્રાફિક રાબેતા મુજબ છે.બોલેરો ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે. જોકે ડ્રાઈવરનો સદનસીબે બચાવ થયો હતો. જ્યારે કન્ટેનરનો ડ્રાઈવર કન્ટેનર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને ગાડીને હાઈવે પરથી હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો.તરસાલીથી જામ્બુવા ચોકડી વચ્ચે બાલાજી પેટ્રોલ પંપ પાસે આજે વહેલી પરોઢે એક ટ્રકચાલક હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. બોલેરો પીકઅપ મહારાષ્ટ્રથી દ્રાક્ષ ભરીને વડોદરા આવી રહી હતી. ત્યારે હાઈવે પર અચાનક જ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેને પગલે આસપાસ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસમાંથી વાહનચાલકો દોડી આવ્યા હતા.અકસ્માતના પગલે પીકઅપ ગાડીનો ડ્રાઈવર વિશાલ ગજેરા ગાડીમાં ફસાય ગયો હતો. જેને આસપાસના વાહનચાલકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સમાં તેને સારવાર આપવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 કલાકે બોરવેલમાંથી બહાર આવ્યું બાળક